‘મઘુબન મેં રાધિકા નાચે’ સની લિઓનીના અશ્લીલ ડાંસ પર ભડક્યા મથુરાના સંતો

‘સરકાર ગીત પર પ્રતિબંધ નહીં મુકે તો કોર્ટમાં જઈશું’

એક્ટ્રેસ સની લિઓની પર જૂનુ અને ક્લાસિક ગીત મધુબન મેં રાધિકા નાચે..નુ નવુ વર્ઝન ફિલ્માવવામાં આવ્યુ છે. જોકે આ ગીત ભારે વિવાદમાં આવી ગયુ છે.સની લિઓની પર જે રીતે આ ગીત શૂટ કરાયુ છે તેના કારણે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આરોપ લાગી રહ્યુ છે અને તેને હટાવવા માટેની માંગણી ઉગ્ર બની રહી છે.હવે આ માંગણીમાં મથુરાના સંતો પણ જોડાયા છે.

સંતોનુ કહેવુ છે કે, રાધાજી અમારા માટે પૂજનીય છે અને સનીએ આ ગીત પર અશ્લિલ ડાન્સ કર્યો છે.આ સંજોગોમાં તેને બેન કરી દેવુ જોઈએ.જો સરકારે આ ગીત પર પ્રતિબંધ નહીં મુકયો તો અમે કોર્ટમાં જઈશું.

આ ગીત 1960માં રજૂ થયેલી ફિલ્મ કોહીનૂરમાં જોવા મળ્યુ હતુ.તે વખતે મહોમ્મદ રફીએ આ ગીત ગાયુ હતુ અને હવે આ ગીતનુ નવુ વર્ઝન સિંગર કનિકા કપૂરે ગાયુ છે.ગાયન જોયા બાદ યુઝર્સ નારાજ છે અને તેમનુ કહેવુ છે કે, આ ગીતથી હિ્ન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે.તેને તરત જ યુ ટયુબ પરથી હટાવવામાં આવે.

લોકો તેના મેકર્સ પર ગુસ્સે થઈ રહ્યા છે અને ગીતને અશ્લીલ ગણાવીને સવાલો ઉઠાવી રહ્યા છે.એક યુઝરનુ કહેવુ છે કે મને હેરાની થાય છે કે, આખરે આ ગાયનને પ્રોડક્શનમાં સામેલ એક પણ વ્યક્તિએ રોકવાની કોશિશ કરી નથી…કોઈને ખબર કેમ ના પડી કે ગાયનના શબ્દો શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે…

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી