જાદુ બતાવવા નદીમાં ઉતાર્યો ફેમસ જાદુગર, પછી થયું એવું કે પોલીસે કરવી પડી તપાસ

પશ્ચિમ બંગાળમાં મશહૂર જાદુગર ચંચળ લાહિરી એક ખતરનાક જાદુ દેખાડવાના ચક્કરમાં ગાયબ થઇ ગયો છે. રિપોર્ટસના આધારે, લોકોને આકર્ષિત કરવાના ચક્કરમાં ચંચળ લાહિરી સ્ટંટમાં નાકામ રહેવા પર કોલકાતામાં હુગલી નદીમાં ડૂબી ગયો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગંગામાં લાશની તપાસ કરી રહ્યાં છે.

કલેક્ટર સૈયદ વકાર રજાએ જણાવ્યું કે, જાદુગર ચંચલે ક્રેનની મદદથી નદીમાં ડુબકી લગાવી હતી. તે દર્શકોને બતાવવા માંગતો હતો કે નદીની અંદર જાદુથી પોતાના હાથ પગ ખોલીને બહાર આવશે. જો કે, આવું થઈ શક્યું ન હતું.

જાદુગર ચંચલ પશ્વિમ બંગાળના સોનારપુર શહેરનો રહેવાસી છે. પહેલા પણ તે બે વખત આવો જાદુ બતાવી ચુક્યો છે. 2013માં જાદુ બતાવતી વખતે મરતા મરતા બચ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચંચળે ગંગામાં જાદુ બતાવવા માટે પોલીસની મંજૂરી પણ લીધી હતી. તેમ છતા ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

 12 ,  1