મહાઅભિયાનનો ફિયાસ્કો: રસીકરણ બંધ રહેતા લોકો રૂપિયા ખર્ચીને રસી લેવા મજબૂર

ખાનગી સેન્ટરમાંથી બે દિવસમાં 11369 ડોઝ વેચાયા

ગુજરાતમાં કોરોના પર કાબૂ મેળવવા સરકારે રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું છે જોકે, રાજ્ય આરોગ્ય વિભાગે મમતા દિવસનું બહાનું કાઢીને બુધવારથી રસીકરણ બંધ રાખ્યું છે પરંતુ હકીકતમાં સરકાર પાસે રસીનો જથ્થો ખૂટી પડતા ગુરુવાર અને શુક્રવારે પણ રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત કરી દેવાઈ હતી. આ સ્થિતિ વચ્ચે સરકારી આરોગ્ય કેંદ્રો પર રસીકરણ બંધ થઈ જતા ખાનગી હોસ્પિટલમાં ચાલતા રસીકરણ કેંદ્રો છેલ્લા બે દિવસસમાં જ સૌથી વધુ 11369 ડોઝ વેચાયા છે. આ દરેક ખાનગી સેન્ટર પર વેક્સિનની કિંમત કોવિશીલ્ડના 780 અને તેમાં 150 સર્વિસ ચાર્જ સાથે 930 થાય છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બુધવારે 6452 અને ગુરુવાર સાંજ સુધીમાં 4917 ડોઝ વેચાયા છે. જે પૈકી સૌથી વધુ અમદાવાદમાં 2824 ડોઝ વેચાયા છે. હજુ આજે પણ વેક્સિનેશનની કામગીરી ઠપ્પ છે જેના પગલે લોકો ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવા માટે લોકો મજબુર બનશે. પાંચ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગુરૂવારે એક હજાર 479, સુરત શહેરમાં 903, રાજકોટમાં 221, વડોદરામાં 152 અને ગાંધીનગર શહેરમાં 268 ડોઝ વેચાયા હતા.

 64 ,  1