મહંત નરેન્દ્ર ગિરી શંકાસ્પદ મોત મામલો, આનંદ ગિરીને 14 દિવસ કસ્ટડીમાં મોકલાયો

 પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ફાંસી

મહંત નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોત મામલે આરોપી આનંદ ગિરીને 14 દિવસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ગત રોજ નરેન્દ્ર ગિરિનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન સાત પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં શિષ્ય આનંદ ગિરીને મોત માટે જવાબદાર ઠેરવ્યો હતો.

મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ દેહનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ તેમના મૃતદેહને ભૂ-સમાધિ સ્થળે લઈ જવામાં આવ્યો અને પ્રયાગરાજના બાઘંબરી મઠમાં આજે પૂરેપૂરા વિધિ વિધાનથી ભૂ-સમાધિ આપવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં અલગ અલગ મઠના લોકો, અખાડાના સંત હાજર રહ્યા..

પોસ્ટમોર્ટમમાં આ કારણ આવ્યું સામે

મહંત નરેન્દ્ર ગિરિના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ફાંસી ગણાવવામાં આવ્યું છે.આ બાજુ નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોત પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે તેમને પણ શંકા છે કે મહંત નરેન્દ્ર ગિરિ આત્મહત્યા કરી શકે નહીં. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. મને યુપી સરકાર અને પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે. 

મહંત નરેન્દ્ર ગિરિ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસે ત્રીજા આરોપી આદ્યા તિવારીના પુત્ર સંદીપ તિવારીની ધરપકડ કરી છે. આ અગાઉ આનંદ ગિરિ અને આદ્યા તિવારીની ધરપકડ થઈ હતી. બંને આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરાશે. આ કેસમાં તેમના ચારેય સુરક્ષાકર્મીઓની પણ SIT એ પૂછપરછ કરી છે. મળતી માહિતી મુજબ આ તમામ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. 

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી