September 19, 2021
September 19, 2021

મહારાષ્ટ્ર : અમરાવતીમાં બોટ પલટી જતા 11ના મોત, 8 લોકો ગુમ

વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે

મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જવાના પગલે એક ભયાનક અકસ્માત સર્જાયો છે જેમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 8 લોકો ગુમ છે. આ દુર્ઘટના અમરાવતીમાં વર્ધા નદીમાં સર્જાઈ છે. હાલમાં વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

નદીના એક કિનારાથી બીજી તરફ જતા સમયે આ ઘટના સર્જાઈ છે, આશંકા એવી પણ જતાઈ રહી છે, આ દુર્ઘટનામાં બોટમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હોવાનું કારણ પણ હોઈ શકે છે. બોટમાં 30થી વધુ લોકો સવાર હતા. ચિંતાની વાત એ છે કે બોટ નદીની વચ્ચોવચ ડૂબી ગઈ છે. આ દરમ્યાન સ્થાનીક ગ્રામીણઓએ તુંરતજ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

નોંધનીય છે કે, ગયા સપ્તાહે આસામમાં બોટ અકસ્માત થયો હતો જ્યાં જોરહાટમાં બે બોટ ટકરાઈ હતી જેના કારણે એક બોટ પલટી ગઈ હતી અને જેમાં 80 થી વધુ લોકો ડૂબી ગયા હતા. જોકે, મોટાભાગના લોકો બચી ગયા,અથવા તેઓ પોતે કોઈક રીતે કિનારે તરી ગયા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. કેટલાક લોકો ગુમ થયા. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો, જેમાં લોકો ચીસો પાડતા અને પોતાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.

 36 ,  1