મહારાષ્ટ્ર: ભાજપના 12 ધારાસભ્ય સસ્પેન્ડ

ઓબીસી અનામતના મુદ્દે વિધાનસભામાં ભારે હંગામો

મહારાષ્ટ્ર વિધાનસભાના આજે ચોમાસું સત્ર દરમ્યાન ઓબીસી અનામતના મુદ્દે વિધાનસભામાં ભારે હંગામો થયો હતો જેના પગલે વિધાનસભાના કાર્યવાહક સ્પીકર ભાષ્કર જાધવ હોબાળો કરનારા ભારતીય જનતા પાર્ટી BJPના 12 ધારાસભ્યોને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં ધારાસભ્ય આશિષ શેલાર, અતુલ ભાતખલકર,ગિરીશ મહાજન, અભિમન્યુ પવાર અને સંજય કુંટનો સમાવેશ થાય છે.

કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે આક્ષેપ કર્યા કે જ્યારે ગૃહ સ્થગિત કરવામાં આવ્યું ત્યારે ભાજપના નેતા મારી કેબિનમાં આવ્યા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલે મને ગાળો આપી બીજી બાજુ વિપક્ષના નેતાઓ પણ આરોપ લગાવ્યો છે કે કાર્યવાહક તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો છે. સ્પીકર ભાસ્કર જાધવે સંસદીય મામલોના મંત્રીને આ મુદ્દે તપાસ કરવાનું કહ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું કે, વિધાનસભાએ સોમવારે એક પ્રસ્તાવ પસાર કર્યો જેમાં કેન્દ્રને 2011ની જનગણનાના આંકડા ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો કે જેથી રાજ્ય પછાત વર્ગ આયોગને ઓબીસીની વસ્તીનો ડેટા તૈયાર કરવામાં સક્ષમ બનાવી શકાય, કે જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત લાગુ કરી શકાય.

શિવસેનાના નેતા સુનિલ પ્રભુ અને NCP નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો કે ભાજપના સભ્યોએ કાર્યવાહક સ્પીકરની સાથે દુર્વ્યવહાર કર્યો અને અધ્યક્ષા રૂમમાં તેમની સાથે મારામારી કરી. તેઓએ ભાજપના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહીની પણ માગ કરી. જે બાદ ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે ગૃહને 15 મિનિટ સુધી સ્થગિત કર્યું હતું.

 198 ,  3