સુરતના 6 યાત્રાળુઓ બસ અકસ્માતમાં નિધન પામ્યા

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં યાત્રાળુઓની બસ પલ્ટી ખાઈ જતા છ લોકોના મોત નિપજ્યા છે જયારે 40 થી વધું ઘાયલ થયા છે. મૃતક તમામ છ વ્યક્તિઓ સુરતના રહેવાસીઓ હતાં. પાલઘરમાં ત્ર્યંબકેશ્વર રોડ પાસે આ દુર્ઘટના સર્જાઇ હતી. તમામ ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

મળતી વિગત મુજબ, સુરતના સાઈ ભક્તો બસ ભાડે રાખી શિરડી સાંઈબાબાના દર્શને ગયા હતાં. જ્યાંથી પરત આવતી વખતે બસ ખીણમાં ખાબકી હતી. બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બસમાં સવાર મુસાફરોમાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

 153 ,  6 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી