મહારાષ્ટ્ર: ટ્રક-કાર વચ્ચે ભયંકર અકસ્માત, 9 લોકોના મોત

મહારાષ્ટ્રના પૂણેથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ટ્રક અને કારની વચ્ચે સામ-સામે ટક્કર થતાં કારમાં સવાર 9 લોકોના અકાળે મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કાર-ટ્રક વચ્ચેનો અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કૂરચે કૂરચા ઉડી ગયા છે. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કહેવાય છે કે અકસ્માતનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ છે.

કહેવાય છે કે અકસ્માતમાં ભોગ બનનાર લોકો પૂણેના યાવત ગામ જઇ રહ્યા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ તેમની કાર અકસ્માતનો ભોગ બની ગઇ હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી