મહારાષ્ટ્રમાં બસ-કંટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11ના મોત 20 ઘાયલ

મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો છે. રવિવારે રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 20 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં 8ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના શહાદા-ઔરંગાબાદ રોડ પર દોંડાઇચા ગામ પાસે થયો છે. બસ ઔરંગાબાદ તરફ જતી હતી. બસમાં 40 મુસાફરો સવાર હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા છે.

જણાવી દઇએ, આ પહેલા ગયા મહિને મહારાષ્ટ્રના પૂણે-બેંગલુરૂ હાઇવે પર એક કાર અકસ્માતનો શિકાર બની હતી. કાશિલ ગામ નજીક થયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત એ સમયે થયો હતો જ્યારે ડ્રાઇવરે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને કાર ઝાડ સાથે ટકરાઇ ગયું હતું.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી