મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ મંત્રિમંડળમાં રવિવારે કેબીનેટનું વિસ્તરણ કરવામાં આવ્યો. આઠ કેબીનેટ અને પાંચ રાજ્ય મંત્રીઓએ પદ અને ગોપનીયતાની સપથ લીધી. મોન્સુન સત્રના શરુ થવા પહેલા કેબીનેટમાં કરવામાં આવેલા આ વિસ્તરણને ખૂબ મહત્વ આપવામાં આવે છે.
મંત્રિમંડળમાં BJPના 6 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં રાધાકૃષ્ણ વિખે પાટિલ, આશિષ શેલાર, સંજય કૂટે, સુરેશ ખાડે, અનીલ બોન્ડે, અશોક ઉઈકેનો સમાવેશ થાય છે. આ સિવાય પણ શિવસેનાના બે નેતા જયદત્ત ક્ષિરસાગર, તાનાજી સાવંતને કેબીનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
28 , 1