સંક્રમણ રોકવા પૂણેમાં રાત્રિ કર્ફ્યૂ, 7 દિવસ હોટલ-રેસ્ટોરા બંધ રહેશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8 વાગે જનતાને કરશે સંબોધન

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. ત્યારે પૂણેમાં સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે 7 દિવસ હોટલ-રેસ્ટોરા બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 43,183 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 249 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 32,641 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ વધીને 28,56,163 થઈ ગયા છે. અત્યારસુધી 24,33,368 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી 54,898 દર્દીનાં મોત થયા છા. હાલ મહારાષ્ટ્રમાં 3,66,533 લોકોની સારવાર ચાલી રહી છે.

બીજી તરફ મુંબઈમાં આ વર્ષે માર્ચ મહિનામાં કોવિડ-19ના 88,710 કેસ નોંધાયા છે. જે ફેબ્રુઆરીમાં નોંધાયેલા કુલ કેસના 475 ટકા વધારે છે. બીએમસીએ આ જાણકારી આપી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શહેરમાં 18,359 કેસ સામે આવ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં 16,328 કેસ નોંધાયા હતા. એનો મતલબ એવો થયો કે માર્ચમાં મુંબઈમાં ગત મહિનાની સરખામણીમાં 70,351 વધારે કેસ નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીના સરખામણીમાં 72,382 નવા કેસ નોંધાયા છે.

 32 ,  1