લખીમપુર ખીરી કાંડના વિરોધમાં મહારાષ્ટ્ર બંધ

જાણો શું ખુલ્લું અને શું બંધ રહેશે….

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે. જેના પગલે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર સંયુક્ત ધરના પ્રદર્શન કરશે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જેમાંથી 4 ખેડૂત હતા. મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના દીકરાની ધરપકડ થઈ ચૂકી છે.

છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડ ટ્રડર્સ અસોસિએશને પણ આ બંધના સમર્થન કર્યુ છે. તેમનું કહેવું છે કે સોમવારે ફળ શાકભાજી, ડુંગળી, બટાકાના બજાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. વ્યાપારી સંગઠનને તમામ વ્યાપારીઓને સોમવારે પોતાની દુકાન બંધ રાખવાની અપીલ કરી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે પોતાની ઉપજથી સોમવારે શહેરોમાં ન જાય. જો કે આ દરમિયાન જરુરી સેવાઓ ચાલુ રહેશે. ખેડૂત સભામાં આ બંધને સમર્થન આપ્યું છે. સંગઠને કહ્યું છે કે 21 જિલ્લામાં આ કાર્યકર્તા સમાન વિચાર વાળા સંગઠનોની સાથે બંધનો સફળ બનાવવા માટે સમન્વય સ્થાપિત કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર બંધ દરમિયાન મુંબઈ પોલીસે અયોગ્ય ઘટનાથી બચવા માટે સોમવારે રસ્તાઓ પર કર્મીઓની તૈનાતી વધારી છે. પોલીસ અફસરોનું કહેવું છે કે રાજ્ય રિઝર્વ પોલીસ દળની 3 કંપનીઓ, હોમગાર્ડના 500 જવાન અને સ્થાનીય સશસ્ત્ર એકમોના 400 જવાનો પહેલાથી નવરાત્રિ દરમિયાન સુરક્ષા માટે વધારાની જનશક્તિના રુપમાં તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ બંધને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વધારે જનશક્તિનો ઉપયોગ કરશે. સોમવારે રસ્તા પર પોલીસકર્મીઓની સંખ્યા વધારી છે.

ત્યારે ભાજપે આ મહારાષ્ટ્ર બંધનો વિરોધ કર્યો છે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સત્તારુઢ દળ આ મામલામાં રાજકારણ કર રહ્યા છે. ભાજપના ધારાસભ્યા નિતેશ રાણેએ પણ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે તે દુકાનો જબરજસ્તી બંધ ન કરાવે. જો એમ કર્યું તો તેમને ભાજપ કાર્યકર્તાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે પોલીસ એ સુનિશ્ચિત કરે કે કોઈ પણ દબાણ ન કરવામાં આવે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી