September 24, 2020
September 24, 2020

CM ઉદ્ધવના નિવાસસ્થાન ‘માતોશ્રી’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, દાઉદના નામથી આવ્યો ફોન

CM ઉદ્ધવના નિવાસ સ્થાનની સુરક્ષા વધારી, પોલીસે તપાસ શરૂ કરી..

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને ધમકી મળી છે. તેમના નિવાસ સ્થાન ‘માતોશ્રી’ને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. ધમકી આતંકી દાઉદના ગેંગમાંથી મળી હોવાની વાત સામે આવી છે. ધમકી બાદ શિવસેનામાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. તેમજ CM ઉદ્ધવ ઠાકરની સુરક્ષામાં વધારો કરાયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન મોતાશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દુબઈથી માતોશ્રીમાં 3થી 4 ધમકીભર્યા ફોન આવ્યા છે. દાઉદની ગેંગમાંથી ફોન આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ધમકીભર્યા ફોન આવ્યા બાદ મોતાશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે રાત્રે 11-12 વાગ્યે એક કોલ આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેનું ઘર માતોશ્રી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં છે. તેમણે ફોન કરનારને કહ્યું કે તેઓ ઠાકરેના ઘરને બોમ્બ ધડાકા કરી ઉડાવી દેશે.

હાલ, મુંબઈ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ઠાકરેને ધમકી આપવામાં આવી ત્યારથી માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર