September 18, 2020
September 18, 2020

CM ઉદ્ધવ ઠાકરે બોલ્યા – મારી ખામોશીને મારી કમજોરી ના સમજો

હું ચૂપ છું પરંતુ તેનો મતલબ એ નથી કે મારી પાસે જવાબ નથી…’

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે નામ લીધા વગર અભિનેત્રી કંગના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ચુપ છે પરંતુ તેનો મતલબ એ નથી કે તેમની પાસે જવાબ નથી. મારી ખામોશીને મારી મજબૂરી ના સમજો. રાજકારણ પર જરૂર પડી તો ચોક્કસ વાત કરીશ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની બદનામી કરવાની કોશિશ ચાલી રહી છે.

વધુમાં મુખ્યમંત્રીએ કોરોનાને લઈ વાત કરી હતી. તો તેમણે કહ્યું હતું, 15 સપ્ટેમ્બરથી અમે એક હેલ્થ ચેકઅપ મિશન લોંચ કરી રહ્યા છીએ. મેડિકલ ટીમ દરેક ઘરે જઇ આરોગ્યની તપાસ કરશે.

CM ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે, તમામ ધર્મના લોકોએ સામાજિક જવાબદારીનું પાલન કરતાં પોતાના તહેવારો મનાવે. કોરોનાનું સંકટ વધી રહ્યું છે અને હજુ પણ વધશે.

ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે તેઓ રાજ્યમાં એક મુહિમ શરૂ કરી રહ્યા છે. આ મુહિમ ‘મારો પરિવાર, મારી જવાબદારી’ છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની દરેક વ્યક્તિ પોતાની જાતિ, ધર્મ, અને ક્ષેત્રને ભૂલીને એક થઇ રાજ્યની આ મુહિમમાં સામેલ થાય. તમામે આ મુહિમ પર ધ્યાન આપવું જોઇએ

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર