September 26, 2022
September 26, 2022

મહારાષ્ટ્ર : રત્નાગિરીમાં તિવરે ડેમ તૂટ્યો, 6નાં મોત, 17 લાપતા

  • ભારે વરસાદને પગલે રત્નાગિરીની પાસેનો તિવરેડ ડેમ મોડી રાત્રે તૂટ્યો
  • 12થી વધુ ગામને નુકસાન, 7 ગામો સૌથી વધુ પ્રભાવિત
  • મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ

મુંબઈમાં છેલ્લાં છ દિવસથી અવિરત વરસાદ ચાલુ છે. મુંબઈ હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મુંબઈમાં ભારે વરસાદને પગલે 2005માં આવેલાં પૂરની યાદ તાજી કરી દીધી છે. અહીં સોમવારે રાત્રે પાંચ કલાકમાં લગભગ 15 ઈંચ વરસાદ નોંધાયો છે.


વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પણ બંધ કરવો પડ્યો છે. 203 ફ્લાઈટ રદ અને 55 ડાયવર્ટ કરાઈ છે. 7 ટ્રેન પણ રદ કરવી પડી છે. સરકારે મુંબઈમાં બે દિવસની રજા જાહેર કરી છે. બચાવ કાર્યમાં NDRF અને નેવીને પણ તહેનાત કરાઈ છે.

હાલ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 5 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, ઠાણે, નાસિક, રત્નાગિરી સહિત અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. રત્નાગિરીમાં પાણીના ઓવરફ્લોના કારણે મોડી રાત્રે તિવરે ડેમ તૂટી ગયો હતો

જેના લીધે તેની પાસે આવેલા લગભગ 7 ગામો ડૂબી ગયા છે. આ દુર્ઘટનાને પગલે 6 લોકોનાં મોત થયા છે જ્યારે 17 લોકો લાપતા છે. સ્થાનિક તંત્રનું કહેવું છે કે ડેમની પાસે બનેલાં 12 ઘર પાણીમાં વહી ગયા છે.

સ્થાનિક તંત્ર, પોલીસ અને વોલિન્ટિયર્સ ઉપરાંત NDRFની ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી