NCPમાં જોડાયા BJP નેતા પૂર્વ મંત્રી એકનાથ ખડસે.. ! બોલ્યા – પાર્ટીમાં ના મળ્યો ન્યાય

મહારાષ્ટ્રમાં BJPને ઝાટકો, વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ આપ્યું રાજીનામું

ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી એકનાથ ખડસે NCPમાં જોડાયા છે. એકનાથ ખડસેના રાજીનામાની ભાજપ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ભાજપે એકનાથ ખડસેને તેમના ભાવિની શુભકામના પાઠવી છે.

એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે ‘મને જણાવવામાં આવ્યું છે કે  ભાજપના નેતા એકનાથ ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અમે નક્કી કર્યું છે કે અમે તેમને એનસીપીમાં સામેલ કરીશું. સત્તાવાર રીતે તેઓ NCPમાં સામેલ થશે. એવું કહેવાય છે કે એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વાતચીત ચાલુ હતી. આવામાં તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં કોઈ મંત્રી પદ સંભાળી શકે છે.

એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલ શિવસેના પાસે જ છે. છેલ્લા કેટલાક સમયથી એ વાતની અટકળો થઈ રહી હતી કે એકનાથ ખડસે ભાજપ છોડી શકે છે. કારણ કે પાર્ટીમાં તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. રવિવારે એવી વાત સામે આવી હતી કે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે આ દાવાને ફગાવ્યા હતાં અને કહ્યું હતું કે તેઓ આમ કરશે નહીં. 

એનસીપી નેતા શરદ પવારનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, એકનાથ ખડસેનું મહારાષ્ટ્રમાં ભાજપને ઉભી કરવામાં ઘણું મહત્વનું યોગદાન રહ્યું છે. પરંતુ તેમને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યાં છે જે અયોગ્ય છે. પવારના આ ટ્વિટથી અટકળો તેજ બની હતી.

જાહેર છે કે, વર્ષ 2015માં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ એકનાથ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસ સરકારમાંથી રાજીનામું આપવુ પડ્યું હતું. ત્યારથી જ ખડસેની રાજકીય કારકિર્દી અસ્ત તરફ ઢળવા લાગી હતી. એકનાથ ખદસેના સમર્થકોનું માનવું છે કે, દેવેન્દ્ર ફડણવીસના કારણે તેમને પાર્ટીમાં મહત્વ નથી આપવામાં આવતું. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ખડસેનું પત્તુ પાપીને તેમની દિકરીને ટિકીટ આપવામાં આવી હતી, જે ચૂંટણી હારી ગયા હતાં.

 76 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર