મહારાષ્ટ્રમાં ફરી નોંધાયા સૌથી વધુ કેસ, CM ઉદ્ધવ ઠાકરેએ કડક લોકડાઉનના સંકેત આપ્યા

દેશમાં શિવરાત્રી બાદ સંક્રમણ વધે તેવી દહેશત

મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાત્રે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 14,317 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

છેલ્લા 24 કલાકમાં 57 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22,66,374 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 21,06,400 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 52,667 લોકોના મોત થયા છે.

કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘણા વિસ્તારમાં કડક લોકડાઉનની ચેતવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા કડક લોકડાઉન લગાવવામાં આવશે. લોકડાઉનની જાહેરાત કરતા પહેલા સરકાર અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે નાગપુરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતા 15 માર્ચથી લઈને 31 માર્ચ સુધી કડક લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

દેશમાં ફરી કોરોના વકરે તેવી આશંકા

મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં મંદિરોમાં ભીડે શ્રદ્ધાનો રેકોર્ડ બનાવ્યો અને દેશએ કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ બનાવ્યો છે. લોકો મહાશિવરાત્રિના અવસર પર સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક જેવી વાતો ભૂલી ગયા. આવા નાના નાના કારણોના લીધે કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. દેશમાં ગત 24 કલકામાં કોરોનાના 22,854 કેસ સામે આવ્યા છે અને 126 લોકોના મોત થયા છે. તસવીરો અને આંકડા બંને ડરાવી રહ્યા છે ક્યાંક આ કોરોનાનું કમબેક તો નથી ને.

ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડ-19ના મોટી સંખ્યામાં નવા કેસ નોંધાવાનું સતત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસમાંથી 85.91% કેસ આ રાજ્યોમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં નવા 22,854 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.


 32 ,  1