મહારાષ્ટ્ર: શરમજનક ઘટના! વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થતા બે બહેનોને પતિએ છૂટાછેડા આપી દીધા

મહારાષ્ટ્રમાં (Maharashtra) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે બહેનો ‘વર્જિનિટી ટેસ્ટ’માં (Virginity Test) ફેઈલ થતા તેમના પતિએ તેમને તલાક આપી દીધો છે. કોલ્હાપુર જિલ્લામાં (Kolhapur) આ ઘટના બની છે. તે બહેનો વર્જિન છે કે નહીં તે માટે “વ્હાઈટ શીટ” નો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં ફેઈલ થતા તે બહેનોને તેમના પિયર મોકલી દેવામાં આવી.

બે બહેનો કંજરભાટ સમુદાયમાંથી આવે છે, તેમણે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. એક દુલ્હન “વર્જિનિટી ટેસ્ટ”માં ફેઈલ થયા બાદ તેના પતિ અને તેના પરિવારે લગ્ન તોડવાની કોશિશ કરી. પતિ સાથે સંભોગ કર્યા બાદ બ્લિડીંગ થયા બાદ તેની વર્જિનિટી નક્કી કરવામાં આવે છે. આ પ્રથા મહિલાઓ પ્રત્યેની ગેરસમજણને વધુ પ્રોત્સાહિત કરે છે.

મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિ સંદીપ કંજરભાટ અને તેના પરિવારના સભ્યોએ તેને પિયર મોકલવા માટે આ પ્લાન કર્યો છે. બંને બહેનોએ તેમના પતિ એને તેમના પરિવાર સામે ફરિયાદ દાખલ કરી છે. રિપોર્ટ અનુસાર સંદીપની માતા શોભા નવી દુલ્હનને ટોર્ચર કરતી હતી અને લગ્નના બે દિવસ બાદ મારપીટ કરી હતી. જાટ પંચાયતના સભ્યો સામે પણ ફરિયાદ કરવામાં આવી છે, જેમણે આ પરિવારનું સમર્થન કર્યું અને બંને બહેનોનો બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો.

પીડિતાએ જણાવ્યું કે, “વર્જિનિટી ટેસ્ટ માટે તેમણે કહ્યું હતું કે જમી લો અને તૈયાર થઈ જાવ. તેમના પરિવારના સભ્યો પણ ત્યા હાજર હતા. સફેદ ચાદર સાથે બેડ તૈયાર કરવામાં આવ્યો હતો, મને આઈડિયા પણ નહોતો કે તેઓ આ પ્રકારે કોઈ પ્લાન કરી રહ્યા છે.” “મને બ્લીડિંગ ના થયું, એટલે મારા પર આરોપ લગાવ્યો કે મારુ ચરિત્ર સારુ નથી. મારા પતિએ મને ધમકી આપી કે બેલગામમાં કોઈને મારો બળાત્કાર કરવા કહેશે. મારા પતિએ જણાવ્યું કે મારામાં સહેજ પણ આત્મસન્માન હોય તો મારે પિયર જતા રહેવું જોઈએ અથવા આપઘાત કરી લેવો જોઈએ. મને આપઘાત કરવા માટે મજબૂર કરતા હતા.”

મહિલાઓએ આરોપ કર્યો કે “વર્જિનિટી ટેસ્ટ”માં ફેઈલ થયા બાદ તેમના પરિવારને પરેશાન કર્યો. પરિવારજનો સાથે શારીરિક હિંસા પણ કરી અને રૂ.10 લાખની માંગ કરી. તલાક કાયદાકીય રીતે નહીં પરંતુ જાતિ પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવ્યું. તેમના પતિને પુનર્વિવાહની મંજૂરી આપવામાં આવી.

 68 ,  1