મહારાષ્ટ્ર : પ્રથમ નોરતાથી શિરડી સાંઈબાબા મંદિર ખુલશે

રોજ 15 હજાર દર્શન કરી શકશે, આ નિયમોનું કરવું પડશે પાલન…

આવતીકાલથી નવલી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલવાનું જાહેર કર્યું છે. તેના પગલે શિરડી સાંઈબાબાનું મંદિર પ્રથમ નોરતાથી ખુલ્લું કરાશે. આ માટે તમામ આવશ્યક તૈયાર થઈ ગઈ છે. દર્શન કરવા આવતા સાંઈ ભક્તોએ કોરોનાના નિયમોનું કડક પાલન કરવું પડશે. મંદિરમાં ૧૦ વર્ષથી નીચેના બાળકો, ગર્ભવતી મહિલા અને ૬૫ વર્ષની ઉપરના નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું શિરડી સાઈસંસ્થાએ જણાવ્યું હતું.

સાંઈ સંસ્થાના ભક્તિ નિવાસી અને પ્રસાદલય ભક્તો માટે શરૂ થશે. સાંઈ બાબાના દર્શને આવનારા માટે નિયમાવલી જાહેર કરાઈ છે.

દરરોજ ૧૫ હજાર ભક્તોને સાંઈ મંદિરમાં પ્રવેશ મળશે.
પ્રત્યેક કલાકે લગભગ ૧૧૫૦ ભક્તો દર્શન લઈ શકશે.
૧૫ હજાર ભક્તોમાં પાંચ હજારને ઓનલાઇન ફ્રી પાસ, ૫૦૦૦ ઓફલાઇન બાયોમેટ્રિક અને ૫૦૦૦ ડોનેશન પાસનો સમાવેશ છે.
દર્શન કરવા આવનારા ભક્તોએ હાર-પ્રસાદ નહીં લાવી શકે.
દર્શનમાં બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રહેશે.
આધાર કાર્ડ અથવા તો ઈલેક્શન કાર્ડ આઈડી તરીકે સાથે રાખવું પડશે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી