મહારાષ્ટ્રઃ સ્પીડમાં જતી કારે પલટી મારી, એક જ પરિવારના 7 લોકોના મોત

મહારાષ્ટ્રના સતારામાં બુધવારે સવારે એક કાર નિયંત્રણ ગુમાવીને પલટી મારી દીધી હતી. એક્સિડન્ટમાં એક જ પરિવારના બે બાળકો અને બે મહિલાઓ સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે ડ્રાઈવર અને એક બાળકીની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. આ એક્સિડન્ટ સતારા પાસે બોરગાંવ વિસ્તારમાં બેંગલુરુ-પુણે હાઈવે પર થયો હતો.

કર્ણાટકના ધારવાડમાં રહેતા નિઝામુદ્દીન સોદાગર પરિવાર સાથે મુંબઈ જઈ રહ્યા હતા. રાતે અંદાજે એક વાગે ડ્રાઈવરથી કાર અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી. મૃતકોમાં હાલ બે પુરુષ, બે મહિલા, એક સાડા ત્રણ વર્ષનો દીકરો અને એક પાંચ વર્ષની દીકરીની ઓળખ થઈ શકી છે.

બોરગાંવના એએસપી સીએસ માલીએ જણાવ્યું કે, કાર હાઈ સ્પીડ પર હોવાના કારણે અનિયંત્રિત થઈને પલટી મારીને એક ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. કારમાં નિઝામુદ્દીન સોદાગર, તેમની પત્ની, દીકરો, વહુ, એક પૌત્ર અને પૌત્રી હતા. પૌત્ર અને પૌત્રી સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા.

 123 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી