મહારાષ્ટ્ર : જલગાંવમાં ગમ્ખવાર અકસ્માત, ટ્રક પલટી જતા 2 બાળકો સહિત 16ના મોત

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના કિનગાંવમાં ભીષણ રોડ અકસ્માત થયો જેમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા. મધરાતે ઘટેલી આ દુર્ઘટનામાં એક ટ્રક પલટી ગયો જેમાં 15 લોકોના મોત થયા અને 2 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. 

6 મહિલાઓ ઉપરાંત 2 બાળકોના પણ મોત

જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના કિનગાંવમાં આ ભયંકર અકસ્માત સર્જાયો. ટ્રકમાં સવાર મજૂરો ધુલેથી રાવેલ તરફ જઈ રહ્યા હતા. ટ્રક પપૈયાથી ભરેલો હતો. કહેવાય છે કે આ અકસ્માતમાં 8 પુરુષ અને 6 મહિલાઓ તથા 2 બાળકોના મોત થયા છે. 

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર