મહારાષ્ટ્રની એક સહકારી બેંક કાચી પડી- લાયસન્સ રદ..

આરબીઆઇ : ખાતેદારોના હિતમાં લેવાયો નિર્ણય ,પાંચ લાખ સુધી સુરક્ષિત

આરબીઆઇએ પુણેની શિવાજીરાવ ભોસલે સહકારી બેંકનું લાયસન્સ રદ્દ કર્યું છે. તેનું કારણ બેંકની પાસે પૂરતી પૂંજી અને કમાણીની શક્યતાઓ નહીંવત હોવાનું આપવામાં આવ્યું છે. આરબીઆઇએ સોમવારે આ જાણકારી આપી છે. તેમાં કહેવાયું છે કે ,બેંકે જે આંકડા આપ્યા છે તેના અનુસાર 98 ટકા જમાકર્તાઓને જમા વીમા અને ઉધાર ગેરેંટી નિગમે તેની જમા રાશિના બદલામાં પૂરા રુપિયા મળશે.

દરેક જમાકર્તા ડીઆઈસીજીસીથી 5 લાખ રૂપયાની સીમા સુધીની જમા રાશિના બદલામાં જમા વીમાનો દાવો પ્રાપ્ત કરવાનો હકદાર રહેશે. આ વિશે જાણકારી આપતા આરબીઆઇએ કહ્યું છે કે બેંકની પાસે પૂરતી પર્યાપ્ત પૂંજી અને કમાણીની શક્યતા નથી અને સાથે તે બેંકિંગ વિનિયમન અધિનિયમ 1949ના કેટલાક નિયમોનું પાલન કરી રહી નથી.

વિગતો અનુસાર ,કેન્દ્રીય બેંકના અનુસાર બેંકના ચાલુ રહેવા માટે તેના જમાકર્તાના હિતમાં નથી. બેંકની જે નાણાંકીય સ્થિતિ છે તેનાથી તે હાલના જમાકર્તાને સંપૂર્ણ પેમેન્ટ કરવામાં અસમર્થ છે. બેંકનું લાયસન્સ રદ્દ કરવાના આદેશ સોમવારે કારોબાર સમાપ્ત થયાના સમયમાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સહકારી સમિતિથી બેંકને બંધ કરવાના અને અન્ય આદેશને પણ જાહેર કરવાનો આગ્રહ કરાયો હતો.

 45 ,  1