મહારાષ્ટ્રના ‘મરાઠા કિંગ’ શરદ પવાર બન્યા વડોદરાના મહેમાન

‘ગુજરાતી ભાષાને માન આપો, પણ આપણી માતૃભાષાનું પણ સન્માન કરો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને NCPના સુપ્રીમો શરદ પવાર આજે ગુજરાતના મહેમાન બન્યા હતા. ગુજરાત રાજ્યના NCP પ્રદેશ પ્રમુખ જયંત પટેલના વેરાખાડી સ્થિત ફાર્મ હાઉસમાં યોજાયેલ તેમની પુત્રી ક્રિષ્નાના લગ્ન સમારંભમાં શરદ પવારે હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. જે બાદ વડોદરાના વાડી ખેડકર ફળિયામાં આવેલા મરાઠા મંગલ કાર્યલય ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ શરદ પવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રીયન સમાજને સંબોધન કરતા શરદ પવારે જણાવ્યું હતું કે, તમે લોકો ગુજરાતમાં રહો છો. જેથી તમારે ગુજરાતી ભાષાને માન આપો, પરંતુ, સાથોસાથ આપણી માતૃભાષાનું પણ સન્માન કરો.

એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે તેમના પિતાએ ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ વડોદરામાં કર્યો હતો. હું જ્યારે પ્રથમ વખત ચૂંટાયો હતો ત્યારે પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં શાસન કેવી રીતે કરવું તેના માટે સાયજીરાવ ગાયકવાડ અને વડોદરાનો અભ્યાસ કરવા તેમના સિનિયર નેતાઓ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, આપણે બધી ભાષાઓ નું સન્માન કરવું જોઈએ અને પોતાની માતૃ ભાષા નું જતન પણ કરવું જોઈએ. શ્રી મરાઠા મંદિર વડોદરા દ્વારા ભાષા અને સંસ્કૃતિનું જતનનું કાર્ય આવકાર્ય છે અને તેમાં એમની જોઈતી તમામ મદદ માટે હું હંમેશા તૈયાર છું.

નોંધનીય છે કે ગઈકાલે બુધવારે NCPના સુપ્રીમો શરદ પવારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા રાષ્ટ્રીય રાજનીતિમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીની આગવી કાર્યશૈલીથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું છે કે, પીએમ મોદી હંમેશા પોતાના સહયોગીને લઇને ચાલે છે. મોદી જેવી કાર્યશૈલી અગાઉના પ્રધાનમંત્રીઓમાં જોવા નહોતી મળતી. નરેન્દ્ર મોદીની પ્રશાસન પર સારી પકડ છે અને મોદીનો મજબૂત પક્ષ છે. પ્રધાનમંત્રી એક વખત કાર્ય શરૂ કરે તા કાર્ય પૂર્ણ કરે ત્યાં સુધી તને પૂર્ણ સમય આપે છે.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી