September 26, 2022
September 26, 2022

મહેસાણા: આઝાદી કૂચ રેલી કેસમાં રેશમા પટેલ અને જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કોર્ટેનું વોરન્ટ

પાટીદાર અનામત આંદોલન વખતે પાસના સંયોજક હાર્દિક પટેલ તરફી ધારદાર રજૂઆતો કરી અને ગુજરાતના રાજકારણમાં ચમકેલા રેશ્મા પટેલની મુસીબતમાં વધારો થયો છે. રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણામાં નોંધાયેલા એક ગુનામાં કોર્ટે વોરંટ કાઢ્યું છે. રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો.

મંજૂરી વગળ કાઢવામા આવેલી આઝાદી કૂચના કેસમાં મહેસાણા કોર્ટે પૂર્વ પાસ અગ્રણી અને એનસીપી નેતા રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. આ કેસમાં જીજ્ઞેશ મેવાણી પણ આરોપી છે. જીજ્ઞેશ મેવાણીએ આઝાદી કૂચ કાઢી હતી. જેમાં રેશમા પટેલ સહિત 12 સામે ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે મુદ્દત વખતે હાજર ન રહેતા રેશમા પટેલ વિરુદ્ધ વોરન્ટ કાઢ્યું હતું.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી