કહેવાય છે કે એક પિતા અને એક પુત્રી વચ્ચે ઋણાનુબંધનો અદભૂત સંબંધ હોય છે. અને સમાજમાં પણ આપણે મોટા ભાગે જોયું છે કે પિતા પુત્રીનો સંબંધ વહાલથી ભરેલો હોય છે. તો હાલમાં રાજ્યમાં અને દેશમાં બાળકીઓ પરના અત્યાચારના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે.
બે દિવસ પહેલાં અમદાવાદમાં પણ અદાવતના એક બાળકીને હત્યા કરી નાંખવાનો કિસ્સો બન્યો હતો. જ્યારે સમગ્ર દેશમાં હાલમાં અલીગઢનો મર્ડર કેસ ચર્ચાનું કારણ બન્યો છે. મહેસાણામાં પણ એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે.
મહેસાણામાં સગા બાપે જ પોતાની પુત્રીની હત્યા કરી નાખી, એ પણ સાવ નિર્મમ રીતે. મહેસાણાના વિસનગરમાં આવેલા ખેરાલુ રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારમાં આંતરિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડા દરમિયાન પિતાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પોતાની વ્હાસલસોયી માસૂમ 1 વર્ષની પુત્રીને જમીન પર પછાડીને મારી નાખી.
અમદાવાદમાં 7મી જૂનના રોજ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જૂની અદાવતમાં આતંક મચાવ્યો હતો. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઇની ચાલીમાં ઘરમાં ઘુસીને મહિલાને માર માર્યો હતો. જેમાં 20 દિવસને માથામાં ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું.
31 , 1