મહેસાણા: મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી

મહેસાણા જીલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત ગણપત યુનિવર્સીટી ખેરવા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી તથા મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયા, ડીન ગણપત યુનિવર્સીટીના ડીન શ્રીમતી ચતુર્વેદી તથા નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારા તેમજ જીલ્લા સાયબર ક્રાઇમના પો.સ.ઇ. સી.વી.નાયક તથા મહિલા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. તેમજ કર્મચારીઓ હાજર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગણપત યુનિવર્સીટીના દરેક ફેકલ્ટીની મહિલા સ્ટુડન્ટ તેમજ મહિલા પ્રોફેસરો ઉપસ્થિત રહેલા જેમાં પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાએ મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓના જાતીય શોષણ, તેઓના હક્કો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

એટલું જ નહીં કોઇ મહિલા સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે અંગે શુ તકેદારી રાખી શકાય તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંદાજીત ૬૦૦ જેટલી મહિલાઓ હાજર રહેલ આ કાર્યક્રમનુ સફળ સંચાલન ગણપત યુનિવર્સીટી તથા મહેસાણા જીલ્લા સુરક્ષા સેતુ દ્રારા કરવામાં આવ્યું હતુ.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી