ગાડી બુલા રહી હૈ – જાણો, ટ્રેનમાં પદ્મશ્રી ઍવોર્ડ લઇને કોણ આવ્યું…

આ બેલડી બંધુના જીવન સાથે વણાયેલી છે ટ્રેન ગાથા..

મહેશ-નરેશને મરણોપરાંત મળ્યો પદ્મ શ્રી

ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકારો સ્વ.નરેશ કનોડિયા તથા મહેશ કનોડિયાને પદ્મશ્રી એવોર્ડ પરિવારજનને આપવામાં આવ્યો છે. પૂર્વ સાંસદ સ્વ. મહેશ કનોડીયાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત પિરસ્યુ હતું. જયારે તેમના લધુબધુ સ્વ. નરેશ કનોડીયાનો ગુજરાતી ચલચિત્રમાં એક હથ્થુ સામ્રાન્ય ધરાવતા હતા. ગત વર્ષ  બન્ને ભાઇઓનું ખુબજ નજીકના અંતરમાં નિધન થયું હતું. મહેશ કનોડીયાએ લાંબી બિમારી બાદ ફાની દુનિયાને અલવિદા  કહ્યું હતું જયારે નરેશ કનોડીયાનું કોરોનાના કારણે નિધન થયું હતું.

જ્યારે મહેશ અને નરેશે પોતાના પગ પર ઉભા થવાનું વિચાર્યું ત્યારે સૌથી પહેલા તેઓ ટ્રેનમાં ગીત ગાતા હતા અને ત્યાંથી ધીરે ધીરે તેઓ આગળ વધ્યા અને તે સ્તર સુધી પહોંચ્યા કે તેમની બરાબરી કદાચ કોઇ કરી શકશે નહી.

મહેશ-નરેશની જોડીને સંયુકતપણે મરણો પરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. મહેશ કનોડિયાના ભત્રીજા હિતુ કનોડિયાએ તેમનો ઍવોર્ડ રિસીવ કર્યો જ્યારે નરેશની પત્ની રતન કનોડિયાએ પતિ માટે રાષ્ટ્રપતિના હસ્તે ઍવોર્ડ રિસીવ કર્યો હતો. 

મહેશ-નરેશે ટ્રેનોમાં ગીત ગાઇને પોતાના કરિયરની શરૂઆત કરી હતી માટે તેમને એક અનોખુ ટ્રિબ્યુટ આપવા પરિવારે પણ તેમના ઍવોર્ડ સાથે ટ્રેનમાં મુસાફરી કરી હતી. દિલ્હીથી ઍવોર્ડ લઇને તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા.

અમદાવાદ રેલવે સ્ટેશન પર સ્વાગત

હિતુ કનોડિયા, મોના થીબા અને રતન કનોડિયાનું અમદાવાર રેલવે સ્ટેશન પર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં હિતુ કનોડિયાએ કહ્યું કે, કદાચ પહેલીવાર ભારત દેશમાં એવું થયું હશે કે 2 ભાઇઓને સાથે સંયુક્ત પદ્મ શ્રી ઍવોર્ડ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ નોંધ લીધી અને આ સન્માન અપાવ્યું તે બદલ મોદીજી, રાષ્ટ્રપતિ અને સમિતિનો આભાર માનું છું.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી