નિકિતા કેસમાં આરોપની તોપ હવે કોંગ્રેસ સામે, પરિવારે નામો આપ્યા…

નિકિતાનું ધર્મપરિવર્તન કરવા માંગતો હતો તૌસિફ, પરિવારની સોનિયા ગાંધી સુધી છે પહોંચ..!

હરિયાણાના ફરીદાબાદમાં બે બદમાશોએ કોલેજની બહાર વિદ્યાર્થીની નિકિતા તોમરને ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી તૌસિફ અને તેના મિત્ર રેહાનની ધરપકડ કરી છે. તપાસમાં અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. મુખ્ય આરોપી તૌસિફ યુવતીને મુસ્લિમ બનાવી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.

ધરપકડ બાદ હત્યારો આરોપી તૌસિફે પોલીસને જણાવ્યું હતું કે નિકિતા કોઈ બીજા સાથે લગ્ન કરવા જઇ રહી હતી તેથી તેણે તેની હત્યા કરી દીધી હતી. બંનેને ફરીદાબાદ જિલ્લા અદાલતમાં રજુ કરવામાં આવ્યા હતા અને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.

પરિવારનો કોંગ્રેસ સાથે નાતો, આરોપીનો ભાઇ MLA છે તો દાદા પૂર્વ મંત્રી

મૃતક નિકિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હત્યાનો આરોપી તૌસીફ કોંગ્રેસ ધારાસભ્ય આફતાબ અહેમદનો ભત્રીજો છે. તે વગદાર લોકો છે.  તેમને પૂરેપૂરો પોલિટિકલ સપોર્ટ છે. છેક સોનિયા ગાંધી સુધી છે પહોંચ.. નિકિતાના ભાઈએ કહ્યું કે બે વર્ષ પહેલા પણ મારી બહેનને હેરાન કરવાની કોશિશ કરી હતી. પોલીસમાં ફરિયાદ તો થઈ પરંતુ આ લોકો વગદાર છે એટલે અમે ડરી ગયા અને પંચાયત સામે સમાધાન કરી લીધુ. 

મળતી માહિતી પ્રમાણે મુખ્ય આરોપી તૌસીફના દાદા કબીર અહમદ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તૌસીફનો પિતરાઈ ભાઈ આફતાબ અહમદ મેવાત જિલ્લાની નૂંહ સીટ ઉપર કોંગ્રેસ ધારાસભ્ય છે. આફતાબ અહમદના પિતા ખુર્શીદ અહમદ હરિયાણાના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. તોસીફના સગા કાકા જાવેદ અહમદ આ વખતે સોહના વિધાનસભાની બીએસપીની ટિકિટ ઉપરથી લડી ચૂક્યા છે. પરંતુ તે હારી ગયા હતા.

બીજી તરફ નિકિતાના પરિવારનું કહેવું છે કે આ યુવક અનેક વર્ષોથી નિકિતાને હેરાન કરી રહ્યો હતો. વર્ષ 2018માં પણ તેની સામે એફઆઈઆર નોંધાવી છે. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ યુવકના પરિવારના લોકોએ હાથ-પગ જોડી લીધા હતા. ત્યારબાદ યુવક હવે આવું નહીં કરે એટલા તેને જવા દીધો હતો.

જણાવી દઇએ, નિકિતા તોમર નામની યુવતી અગ્રવાલ કોલેજમાં પરીક્ષા આપવા ગઈ હતી. સોમવારે સાંજે ચાર વાગ્યે તે ઘરે પાછી ફરવા માટે તેના ભાઈની રાહ જોતી હતી. એ સમયે જ તૌસીફ તેના કેટલાક મિત્રોની સાથે કારમાં આવ્યો હતો. તૌસીફે નિકિતાને બળપૂર્વક કારમાં બેસાડવાની કોશિશ કરી હતી. નિકિતાએ એનો વિરોધ કર્યો તો તેને માથામાં ગોળી મારીફરાર થઇ ગયો હતો.

પોલીસે હત્યાના કેસમાં તૌસીફ સિવાય તેના સાથી રેહાનની પણ ધરપકડ કરી છે. ગૃહ મંત્રી અનિલ વિજે આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે.

 102 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર