સાબરકાંઠા : બહુમાળી ભવનનો જર્જરિત ગેટ, વહીવટી તંત્રની ઘોર બેદરકારી

સાબરકાંઠા જીલ્લાનું વડુ મથક એટલે હિમતનગર. મોટાભાગની સરકારી કચેરીઓ બહુમાળી ભવન ખાતે આવેલી છે. હજારોની સંખ્યામાં લોકો રોજ ત્યાં અવર જવર કરે છે. અને જીલ્લાના કલેકટર પોતે પણ ત્યાં જ બિરાજમાન છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બહુમાળી ભવનના મેઈન ગેટના નકુચા જુદા થઇ પડું પડું થઇ રહ્યા છે અને ગમે ઘડીએ મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે.

જેના સમારકામ માટે હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. નજર સામે જોખમ હોવા છતાં તંત્રની લાપરવાહી જોવા મળી રહી છે. જીલ્લા કલેકટર અને વહીવટી તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠું હોય તેમ લાગી રહ્યું છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી