પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી: ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠાના 11 શંકાસ્પદોની અટકાયત

હેડક્લાર્ક પેપરલીક કૌભાંડમાં માણસાની સ્કૂલ આવી શંકાના દાયરામાં

હેડ ક્લાર્કનું પેપર લીક થવાનો આરોપ બાદ કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. હાલ 11 જેટલા શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે. ગુજરાતમાં ગૌણ સેવા પસંદગીની 12 ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આરોપો બાદ આપના નેતા યુવરાજસિંહે કેટલાક પુરાવા જાહેર કર્યા હતા. તો બીજીતરફ ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના ચેરમેન અસિત વોરાએ પત્રકાર પરિષદ યોજીને પેપર લીક થવાના કોઈ પૂરાવા મળ્યા ન હોવાનો દાવો કર્યો હતો. ત્યારે હવે કેટલીક મોટી માહિતી સામે આવી રહી છે.

હેડ ક્લાર્ક ભરતી પરીક્ષા પેપર લીક થવાના આક્ષેપ તપાસ તેજ થઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતની ટીમો તપાસમાં લાગી છે. 18 જેટલી ટીમો અલગ અલગ દિશામાં પાસ કરી રહી છે.

રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ, આ કૌભાંડ મામલે પોલીસની 18 ટીમ કાર્યરત છે. જેમાં અત્યાર સુધી 11 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, આ તમામ લોકો ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠાના રહેવાસી છે.

યુવરાજે પેપર લીકમાં પતિ-પત્નીના નામ આપ્યા 

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હમીરગઢ ગામે પતિ પત્નીએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી, જે અંગે યુવરાજસિંહે વાત કરી હતી. યુવરાજસિંહે જાહેર કરેલ હમીરગઢના મયુર પટેલ હાલ ગામમાં હાજર નથી. તેમજ તેમનો મોબાઈલ નંબર પણ બંધ આવતો હતો. આમ યુવરાજસિંહે કરેલ આક્ષેપ પ્રમાણે શંકા મજબૂત બનતી લાગી રહી છે. પતિ પત્ની બંને હેડ ક્લાર્કની પરીક્ષા આપવા માણસા ગયા હતા. 

પરીક્ષા આપ્યા બાદ ચેક અપાયો 

તો બીજી તરફ, પેપરલીક કાંડમાં હમીરગઢના બે પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા એચ.એફ. ચૌધરી સ્કૂલમાં ગયા હતા તેવો યુવરાજસિંહે દાવો કર્યો હતો. પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારોના પિતાએ વચેટિયાને ચેક સુપરત કર્યો હતો તેવો દાવો યુવરાજે કર્યો હતો. યુવરાજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઉમેદવાર પરીક્ષા આપીને બહાર આવે છે ત્યારે નાણાંકીય વ્યવહારો કરાયા બાદ એને છોડવામાં આવ્યો હતો. 

સમગ્ર પરીક્ષાની સીડી અમે ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપી – પ્રિન્સિપલ

તો સમગ્ર મામલે એસ.એફ. ચૌધરી વિદ્યા સંકુલના પ્રિન્સિપલ દેવજી ચૌધરીએ કહ્યું કે, નિયમોને આધીન માત્ર ઉમેદવારોને જ અમે પ્રવેશ આપ્યો હતો. સમગ્ર પરીક્ષાની સીડી અમે ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપી છે. અમારી પાસે જે પણ CCTV ફૂટેજ માગશે અમે એમને આપીશું. બહાર કોણ આવ્યું કોણ ગયું એની અમને જાણ ન હોય. પરિક્ષાખંડમાં લાગેલા CCTV ફૂટેજમાંથી આ પરીક્ષાર્થીઓ મળી રહેશે. 12 તારીખે યોજાયેલી પરીક્ષા 20 બ્લોકમાં 600 વિદ્યાર્થીઓએ આપી હતી. 11 વાગેથી પ્રવેશખંડ અપાયો હતો, 12 થી 2 વાગ્યાની પરીક્ષા હતી. અમે કોઈપણ વાલીને પરીક્ષા સમયે કેમ્પસમાં પણ પ્રવેશ આપતા નથી. પેપરનો સેટ ખોલતા પહેલા જે તે વર્ગમાંથી બે ઉમેદવારોની સહી લઈને સીલ ખોલવામાં આવે છે. અમે સંપૂર્ણ શરતોને આધીન પરીક્ષા યોજી છે.’

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી