દેશમાં બાળ યૌન શોષણ સામે CBIની મોટી કાર્યવાહી

ગુજરાત સહિત 14 રાજ્યોમાં દરોડા, 83 આરોપીઓની ધરપકડ

ગુજરાત સહિત 14 રાજ્યોમાં આજે સીબીઆઈ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમા બાળ યૌન શોષણ મામલે સીબીઆઈ દ્વારા કુલ 83 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 76 જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી છે. જેમા ઓનલાઈન બાલ યૌન શોષણ અને શોષણ સંબધી કુલ 83 આરોપીઓની ધરપકડ કરી છે. ગત 14 નવેમ્બરે આ મામલે 23 અલગ અલગ ગુના દાખલ કરાયા હતા.

બાળ શોષણ સામે કડક કાર્યવાહીની ખૂબ જરુર છે. જેથી ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં 14થી 20 નવેમ્બર દરમિયાન બાળ સુરક્ષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના જાતીય શોષણને રોકવા માટે રાષ્ટ્રીય કિશોર આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને બાળ જાતીય શોષણ સામે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જે બાળકોના જાતીય શોષણના મુદ્દે લોકોને સંવેદનશીલ બનાવી શકે તેમજ બાળકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકે.

આપને જણાવી દઈએ સીબીઆઈએ આંધ્રપ્રદેશ, દિલ્હી, યુપી, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડું, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. બાળ શોષણને રોકવા માટે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 14 થી 20 નવેમ્બરને સુરક્ષા સપ્તાહનું આયોજન કર્યું છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી