મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એનાયત કર્યા એવોર્ડ, જાણો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવી દિલ્હી ખાતે ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ખેલાડીઓને એવોર્ડનું વિતરણ કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા સહિત કુલ 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત ખેલાડીઓ

  • નીરજ ચોપરા (ભાલાફેંક)
  • લવલીના બોરગોહેન (રેસલર)
  • પીઆર શ્રીજેશ (હોકી)
  • અવની લેખરા (શૂટિંગ)
  • સુમિત અંતિલ (ભાલાફેંક)
  • પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન)
  • મનીષ નરવાલ (શૂટર)
  • મિતાલી રાજ (ક્રિકેટર)
  • સુનીલ છેત્રી (ફુટબોલ)
  • મનપ્રીત સિંહ (હોકી)


આ અવોર્ડમાં ખેલાડીઓને શું મળશે?
ખેલ રત્ન પુરસ્કારમાં 25 લાખ રૂપિયાની ઈનામી રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. જ્યારે અર્જુન પુરસ્કાર મેળવનારને 15 લાખની ઈનામી રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. વર્ષ 2020 પહેલા ખેલ રત્ન પુરસ્કાર મેળવનારને 7.50 લાખ રૂપિયા જ્યારે અર્જુન પુરસ્કાર મેળવનારને 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી