કચ્છમાં ભૂકંપના મોટો આંચકા, લોકોમાં ફફડાટ ફેલાયો

ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા

દિવાળીના દિવસે પણ કચ્છની ધરા ધણધણી ઉઠી છે. દિવાળીના દિવસે કચ્છમાં 4.8 ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો ચાલુ છે. કચ્છ બોર્ડર પર આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દિવાળીના દિવસે બપોરે 3.15 કલાકે 4.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આ આંચકો અનુભવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. આજે કચ્છના ધોરડોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે. સાંજે 4 કલાકથી શરૂ થનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થશે. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દિવાળી અન્ય તહેવારો સેનાના જવાનો જોડે તથા દેશ હિતમાં અલગ અલગ સેવા આપનાર લોકો સાથે રહીને ઉજવે છે. આ જે પ્રથા ચાલી આવે છે તેને ગુજરાતના મુખ્યમંત્રીઓ પણ અનુસરતા રહ્યાં છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી