September 21, 2020
September 21, 2020

કોંગ્રેસમાં મોટા ફેરફાર, ગુલામ નબી આઝાદનું સહિત ચાર વરિષ્ઠ નેતાઓનું પત્તું કપાયું

ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલનું કદ ઘટ્યું – શક્તિસિંહ ગોહીલ દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંગઠનમાં મોટો ફેરફાર કરતાં ગુલાબ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા તો સાથે જ રણદીપ સુરજેવાલા, તારીક અનવર અને જિતેન્દ્ર સિંહને ત્રણ નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા નિવેદન જાહેર કર્યા અનુસાર, અત્યાર સુધી મહાસચિવ પ્રભારી (ઉપ્ર-પૂર્વ)ની જવાબદારી નિભાવી રહેલી પ્રિયંકા ગાંધી વાડ્રાને હવે આખા પ્રદેશના પ્રભારીની જવાબદારી સત્તાવાર રીતે સોંપવામાં આવી છે. પહેલાં પ્રદેશના પશ્વિમી ભાગનો પ્રભાર જ્યોતિરાદિત્ય સિંધિયા સંભાળી રહ્યા હતા જે થોડાંક દિવસો પહેલા ભાજપાનો હાથ થામ્યો હતો.

શક્તિસિંહ ગોહીલને દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. રાજીવ સાતવને ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દિવના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

આશા કુમારીની પંજાબમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે. હરીશ રાવત હવે પંજાબ કોંગ્રેસના પ્રભારી મહાસચિવનું પદ સંભાળશે. પાર્ટીમાં રણદીપસિંહ સુરજેવાલાનું કદ વધ્યું છે. તે મહાસચિવ પદ પર યથાવત્ રહેશે. આ સિવાય સોનિયા ગાંધીને પરામર્શ આપનાર કમિટીમાં પણ સમાવેશ થયો છે. સુરજેવાલાને કર્ણાટકના પ્રભારી પણ બનાવ્યા છે. કોંગ્રેસ કાર્યસમિતિમાં રાહુલ ગાંધીનું કદ હજુ પણ ઉપર છે. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ પછી રાહુલનું ત્રીજું સ્થાન છે. રાહુલના ખાસ મધુસુદન મિસ્ત્રીનું કદ પણ વધ્યું છે. અરવિંદર સિંહ લવલીનું પણ કદ વધ્યું છે.

નોંધનીય છે કે સોનિયા ગાંધીને સંગઠનાત્મક ફેરફાર માટે પત્ર લખનારા 23 નેતાઓમાં સામેલ આઝાદને મહાસચિવના પદ પરથી હટાવાની સાથે સીડબલ્યૂસીમાં સ્થાન આપ્યું છે. 24 ઓગસ્ટના રોજ CWC ની બેઠકમા બનેલી સહમતિ અનુસાર છ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ પાર્ટીના સંગઠન અને કામકાજ સંબંધિત મામલામાં સોનિયા ગાંધીને સહયોગ કરશે.

આ વિશેષ સમિતિમાં એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સિંહ સુરજેવાલા સામેલ છે. 

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર