કાશ્મીરમાં સેનાની બસ પર આતંકી હુમલો, 3 જવાન શહીદ,14 ઘાયલ

શ્રીનગરમાં આતંકીઓનું અંધાધૂંધ ફાયરિંગ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ બેફામ બનીને આતંક ફેલાવવાની એક પણ તક છોડતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાશી મુલાકાત વખતે જ શ્રીનગરમાં એક આતંકીઓ સુરક્ષાદળો પર મોટો આંતકી હુમલો. શ્રીનગરના પંથચોક વિસ્તારમાં સુરક્ષાકર્મીઓથી ભરેલી બસ પર આતંકીઓએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના ગોળીબારમાં સેનાના 3 જવાન શહીદ થયા છે તથા ઘણા જવાનો ઘાયલ થયા છે.

જેવનમાંથી જ્યારે જમ્મુ કાશ્મીરની 9 મી બટાલિયનથી ભરેલી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આતંકીઓએ હુમલો કરી દીધો જેમાં 11 જવાનો ઘાયલ થયા હતા.

તાજેતરની માહિતી મુજબ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.આ પહેલા શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને મારી નાખ્યા હતા. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે શ્રીનગરના રંગરેથમાં આતંકવાદીઓ છુપાયા છે આ પછી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જ્યાં આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોયા પછી સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અને જવાબમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી