કલોલના ખાતરેજ GIDCમાં મોટી દુર્ઘટના, 5 મજૂરોના દર્દનાક મોત

એકને બચાવવા ઉતરેલા અન્ય ચાર લોકોએ જીવ ગુમાવ્યો

કલોલના ખાત્રજમાં કેમિકલ કંપનીના વેસ્ટેજ વોટર ટેંક સાફ  કરવા નીચે ઉતરેલા પાંચ મજૂરોના મોત નીપજ્યા છે. પાંચેય મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વેસ્ટેજ વોટરની ટેંકમાં ઝેરી ગેસની અસરના કારણે પાંચ મજૂરોના મોત નીપજ્યા છે. પાંચેય મજૂરોના ગુંગણામણથી મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ટુટ્ટસન ફાર્મા કંપનીમાં બની છે. 

માહિતી પ્રમાણે, કલોલ નજીકના ખાત્રાજમાં એક કેમિકલ કંપનીમાં કામ કરતા પાંચ મજૂરોના મોત થયા હતા. આ મજૂરો કંપનીન વેસ્ટેજ વૉટર ટેન્ક સાફ કરવા નીચે ઉતર્યા હતા. ટેન્કમાં ઝેરી ગેસની અસર હોવાથી મજૂરોને અસર થઇ હતી. હાલ આ પાંચેય મજૂરોના મૃતદેહોને બહાર કઢાયા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી