Pics: ફરી એક વખત સ્વિમિંગ પૂલમાં ઉતરી મલાઇકા

મલાઇકા અરોરા હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની મોનોકોનીમાં તસવીર શેર કરી છે. જેમાં તે આ પાણીમાં એન્જોય કરતી નજર આવે છે.

મલાઇકાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. મલાઇકાનો પાણી પ્રત્યે પ્રેમ સૌ કોઇ જાણે છે. દરિયો હોય કે સ્વિમિંગ પુલ તે ઘણી વખત પાણીમાં તેની તસવીરો શેર કરતી રહેતી હોય છે.

મલાઇકાએ ફરી એક વખત તેની તસવીર શેર કરી છે અને આ તસવીર શેર કરતાં જ છવાઇ ગઇ છે. આ પહેલાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર ટ્રાવેલ લિઝરની તસવીરો શેર કરી છે જેમાં પણ તે જામે છે.

બ્લેક રિવેલિંગ ડ્રેસમાં પાણીની વચ્ચે બેઠેલી મલાઇકા જામે છે. તો બિચ પર ઓફ વ્હાઇટ કલરનાં ટોપમાં પણ તેને ખાસ ફોટોશૂટ કરાવ્યું છે.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી