માલેગાંવ બ્લાસ્ટ મામલો, CM યોગી સહિત RSS નેતાઓને ફસાવવા દબાણ

NIA સ્પેશિયલ કોર્ટમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો

મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટના એક સાક્ષીએ સ્પેશિયલ NIAમાં કોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો છે. કોર્ટમાં સાક્ષીએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર ATSએ તેમના પર સીએમ યોગી આદિત્યનાથ સહિત RSSના 5 નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને તે સમયે ATS ના એડિશનલ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાક્ષીનું નિવેદન, ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યું હોવાથી ATS દ્વારા CRPCની કલમ 161 હેઠળ તે સમયે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

માલેગાંવ બોમ્બ વિસ્ફોટના સાક્ષીએ કોર્ટને કહ્યું કે, પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને RSSના અન્ય ચાર નેતાઓ ઈન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજી ને લઈને તેના પર દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે દરમિયાન તેને મુંબઈ અને પુણે ATSની ઓફિસમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તે આમ નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં અને અન્ય આરોપીઓની જેમ જ તેણે સજા ભોગવવી પડશે.ત્યારે હાલ NIA કોર્ટમાં સાક્ષીએ પોતાનું 5 પાનાનું નિવેદન નોંધીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

માલેગાંવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે, 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં (Malegaon Blast) એક મોટરસાઈકલમાં થયેલા વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા. તેમજ 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે આ કેસની તપાસ મહારાષ્ટ્ર ATSને સોંપવામાં આવી હતી. જોકે, ATSએ આ કેસમાં ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, સમીર કુલકર્ણી, અજય રાહિલકર, રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદીને દોષી ઠેરવ્યા હતા.

આ તમામ સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિત આતંકવાદની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ આ આરોપોમાં આરોપીને આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.ત્યારે હાલ સાક્ષીના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી