આ ખેલાડીના ઘરે તૂટ્યો દુઃખોનો પહાડ, સ્વદેશ ફર્યો પરત

શ્રીલંકા ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાને સ્વદેશ પરત જવું પડ્યું હતું  કેમકે મલિંગાના સાસુ સ્વર્ગવાસ પામ્યા છે. એસએલસીના જણાવ્યા અનુસાર ,”લસિથ મલિંગા શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાનાર મેચ બાદ તરત જ સ્વદેશ પરત ફર્યા છે કારણ કે મલિંગાના સાસુનું નિધન થઈ ગયું છે.” શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે કે, બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાનાર મેચ બાદ તરત જ મલિંગા શ્રીલંકા માટે રવાના થઈ ગયા છે જોકે તે 15 જૂનના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનાર મેચ પહેલા ફરી ટીમ સાથે જોડાઈ જશે.

મલિંગાએ અત્યાર સુધી આ વર્લ્ડકપમાં ત્રણ મેચમાં ત્રણ વિકેટ લીધી છે. જોકે શ્રીલંકાના બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા છે. સાત જૂના રોજ પાકિસ્તન અને શ્રીલંકાનો મેચ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો અને બાંગ્લાદશ વિરૂદ્ધ મેચ પણ વરસાદને કારણે રદ્દ કરવો પડ્યો હતો.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી