સુપ્રીમ કોર્ટઃ માલ્યાની અરજી પર સુનાવણી 2જી ઓગષ્ટ સુધી ટળી

ભાગેડુ લિકર વેપારી માલ્યાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 2જી ઓગષ્ટ સુધી ટળી ગઈ છે. માલ્યાએ પોતાની અને સગા સંબંધીઓની સંપત્તિઓ જપ્ત કરવાની પ્રક્રિયાને અટકાવવાની અપીલ કરી હતી. તેને કહ્યું હતું કે, ફક્ત કિંગફિશર એરલાઈન્સ સાથે જોડાયેલી સંપત્તિઓ જ જપ્ત કરો. પર્સનલ અને પારિવારીક સંપત્તિઓ જપ્ત ન કરો. કારણે કે દેવું કિંગ ફિશર એરલાઈન્સે કર્યું છે.

આ મામલે માલ્યાએ કરેલી અરજી બોમ્બે હાઈકોર્ટે 11 જુલાઈએ ફગાવી દીધી હતી. બ્રિટનમાં માલ્યા વિરોધી પ્રત્યાર્પણનો મામલો ચાલી રહ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં લંડનની કોર્ટે પ્રત્યાપર્ણનો નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ યુકેના પૂર્વ ગૃહમંત્રી સાજિદ જાવિદે પણ મંજૂરી આપી દીધી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી દીધો હતો. માલ્યા પર ભારતીય બેન્કોના 9 હજાર કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. તેના વિરોધમાં મની લોન્ડ્રીંગની તપાસ પણ ચાલી રહી છે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી