માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે ગામના જ કેટલાક શખ્શો દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કરી દેવામાં આવ્યું હતું. ગુરુવારના રોજ પોલીસ કાફલા સાથે ટીટીઓ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ દુર કરવામાં આવ્યું હતું. ગામમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અરવલ્લીના નાના મોટા કેટલાય ગામોમાં દબાણની સમસ્યા વકરી રહી છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે ગૌચરની જમીનો પર દબાણો કરી વિરોધ કરનારાઓ સામે બાંયો ચઢાવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે પણ ગૌચરની જમીન ઉપર દબાણ કરાયું હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. ગામના જ કેટલાક શખ્શો દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કરી વિરોધ કરનારાઓ સામે બાંયો ચઢાવતા હતા.
ગામના ગૌચરમાં દબાણ હટાવવાની કામગીરી સમયે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો. કામગીરી શાંતિપૂર્ણ રીતે પુરી થઈ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
33 , 1