બંગાળઃ હવે બજારમાં આવશે મમતા-ટી, બેનર્જીએ સ્વહસ્તે જ ચા બનાવી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારનાં રોજ દીધાનાં દત્તપુર ગામમાં એક દુકાન પર સ્થાનીય લોકો માટે ચા બનાવી અને તેને વહેંચી પણ. બેનર્જીએ ટ્વિટર પર વીડિયો પણ શેર કર્યો. જેમાં તેઓ સ્થાનીય લોકોથી ઘેરાયેલા જોવાં મળે છે. તેઓ ત્યાં દુકાન પર ચા બનાવતા અને તેઓ લોકોને ચા વહેંચતા પણ જોવા મળ્યાં.

મમતા બેનર્જીએ વીડિયોની સાથે સાથે એમ પણ લખ્યું કે, ‘ક્યારેક-ક્યારેક જીવનમાં નાની નાની ખુશીઓ આપણને ખુશ કરી નાખે છે. એમાં સારી ચા બનાવવી અને તેને વહેંચવી એ આમાંથી જ એક છે.સાથે સાથે એમ પણ લખ્યું કે, ‘કેટલોક સમય દીધાનાં દત્તપુર ગામનાં સ્થાનીય લોકો સાથે વાતચીત કરી.’

તેઓ જ્યારે દત્તપુર ગામે પહોંચ્યા તો તેમને જોઇને સૌ કોઇ લોકો હેરાન થઇ ગયા હતાં. ત્યાર બાદ તેમણે લોકો સાથે વાતચીત શરૂ કરી અને જોતજોતામાં જ ચાની કીટલી સાથે તેઓ પહોંચી ગયાં. ચા બનાવતા પહેલા તેઓએ ત્યાં એક નાના બાળકને પણ ગોદમાં લઇ લીધું હતું અને તેને થોડાંક સમય સુધી કંઇક ખવડાવ્યું. મમતા બેનર્જી આ દરમ્યાન તેને રમાડતા પણ જોવાં મળ્યાં.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી