‘વન નેશન, વન ઇલેક્શન’મુદ્દા પર મમતાનો ઇન્કાર, ભાજપ TMCનો કચરો ભેગો કરી રહી છે…

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં સામેલ થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. મતાએ કહ્યું હતું, ”તૃણમૂલ નબળી પાર્ટી નથી. જો 15-20 કોર્પોરેટરો પૈસા લઇને પાર્ટી છોડી દે છે તો મને ચિંતા નથી.” વધુમાં તેમણે કહ્યું હતું, ”ભ્રષ્ટ અને લાલચુ ભાજપ પાર્ટી તૃણમૂલના કચરાને ભેગો કરી રહી છે”

બીજી બાજુ મમતાએ પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બધા પાર્ટી અધ્યક્ષોની બેઠકના નિમંત્રણનો અસ્વિકાર કર્યો છે. મમતાએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને એક પત્ર લખીને બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. મમતા બેનર્જીએ સલાહ આપતા કહ્યું હતું કે આ વિષય પર સંક્ષિપ્ત નોટીસ ઉપર વ્યક્તિગત રૂપથી બોલાવવાના બદલે બધી રાજનીતિક પાર્ટીઓને શ્વેતપત્ર આપીને પોતાના વિચાર પ્રગટ કરવા માટે પુરતો સમય આપવો જોઈએ.

સોમવારે તૃણમૂલના નોપારાના ધારાસભ્ય સુનિલસિંહની આગેવાની હેઠળ 12 કોર્પોરેટરોએ દિલ્હીમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. મમતાએ કહ્યું હતું, ”જો પાર્ટીના હજી વધુ ધારાસભ્યો તૃણમૂલ છોડવા ઇચ્છે તો તેઓ છોડી શકે છે. અમે પાર્ટીમાં ચોર ઇચ્છતા નથી. જો એક વ્યક્તિ પાર્ટી છોડશે તો હું 500 બીજા તૈયાર કરી લઈશ.”

 39 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી