મમતા દીદીની દાદાગીરી, બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ, બંગાળી બોલવું ફરજીયાત

પશ્ચિમ બંગાળમાં રાજકીય લડાઈ હજી પણ ચાલુ છે. પશ્ચિમ બંગાળ સહિત દેશનાં અન્ય હિસ્સાઓમાં ચાલી રહેલી ડોક્ટર્સની હડતાળ વચ્ચે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરીથી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણામાં કહ્યું કે, હું મોતથી નથી ગભરાતી, પરંતુ મોત મારાથી ગભરાય છે, મને અટકાવવાની હિમ્મત કોઇ પણ વ્યક્તિમાં નથી.

મમતા બેનરજીએ કહ્યું કે, આપણે બંગાળી ભાષાને આગળ વધારવાની છે. જ્યારે હું બિહાર, યુપી અથવા પંજાબ જઉં છું ત્યારે તેમની ભાષા બોલવાનો પ્રયત્ન કરુ છું. તેથી જો તમે બંગાળમાં આવો તો તમારે પણ બંગાળી જ બોલવું પડશે. બંગાળના સીએમએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ બાઈક પર ગુંડાઓનું ફરવાનું સહેજ પણ સહન નહીં કરે.

ચૂંટણી બાદ જ રાજ્યમાં હિંસા થઇ છે. અમે બંગાળને ગુજરાત નહી બનવા દઇએ. બંગાળમાં હિંસા ફેલાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શા માટે લઘુમતી પર હુમલાઓ થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, બંગાળમાં ગુંડાગીરીને કોઇ જ સ્થાન નથી.

અત્યારે બંગાળમાં ડોક્ટર્સની હડતાળ ચાલી રહી છે. મમતા બેનરજીએ આ હડતાળ પાછળ ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. આ દરમિયાન બીજેપીના બંગાળ પ્રભારી કૈલાશ વિજય વર્ગીયએ ટ્વિટ કરીને મમતા પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, તમે જ રાજ્યમાં સ્વાસ્થય મંત્રી છો અને તમારા રાજમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી