ભાજપે કહ્યું- રમશે ગુજરાત.. દીદી બોલ્યા-રૂકો, હું પણ તૈયાર, ખેલા હોબે..!

ગુજરાતી થાળીમાં છોલે ભટુરેની સાથે હવે બંગાળી રસગુલ્લા ઉમેરાશે..?

ઔવૈસી-કેજરીવાલ-મમતાદીદી આ બધા ગુજરાતમાં શું ભાળી ગયા છે..?

ગુજરાતમાં દીદીની પાર્ટીનું પાટિયુ કોણ પકડશે..?

તો શું ગુજરાતમાં પંચકોણિય જંગ ખેલાશે..?

મતદારો માથુ ખંજવાળશે- કોને વોટ આપુ..?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

આ વખતની ગુજરાત વિધનસભાની સામન્ય ચૂંટણીઓ અસામાન્ય બનવા જઇ રહી છે. એક હજાર કિ.મી. દૂરથી આપ પાર્ટીના કેજરીવાલ ઝાડુ લઇને દોડતા દોડતા ગુજરાત આવ્યાં અને આવતાની સાથે સુરત મનપામાં 27 બેઠકો જીતી અને પંજો રહી ગયો. 1176 કિ.મી. દૂર હૈદ્રાબાદથી ઔવૈસી આવે છે અને અમદવાદ મનપા, મોડાસા અને ગોધરામાં ફટાફટ બેઠકો જીતી જાય છે. અને પંજો રહી ગયો..!

ઔવેસીની પાર્ટીએ હજુ વિધાનસભા લડવાની જાહેરાત કરી નથી. પણ ઝાડુવાળાએ તૈયારીઓ શરૂ કરીને નવી ભરતી પણ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ તો મેદાનમાં છે જ. એટલે ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી, ઔવૈસી..અને હવે અમદાવાદથી બાય રોડ લગભગ 2 હજાર કિ.મી. દૂર કોલકાતાથી ટીએમસીના મમતાદીદીએ બુમ પાડી-એ..ય ઉભા રહો..મારે હવે ગુજરાતમાં પણ ખેલા હોબે કરવુ શે…!

મમતાદીદી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવે તો મુકાબલો ભાજપ કોંગ્રેસની વચ્ચે નહીં પણ ભાજપ અને મમતાદીદીની વચ્ચે થઇ શકે…? અને જો એવુ થશે તો પંજો અને ઝાડુ એક બાજુ થઇ જાય તો નવાઇ નહીં. અને કુળ મળીને 2022ની વિધનસભા ચૂંટણીઓ રાજકિય રીતે કદાજ ન ભૂતો ન ભવિષ્યતિ…ન કભી હુવા ન કભી હોગા..ની જેમ બંગાળ વિધાનસભાની જેમ જ યોજાશે તો…?

અમદાવાદમાં મમતાદીદીના બેનર લાગી ગયા છે. શહિદ દિનના નામે તેઓ ગુજરાતમાં એન્ટ્રી કરીને જેમ ભાજપે બંગાળમાં જોર લગાવ્યો તેમ મમતાદીદી ગુજરાતમાં ભલે સત્તા ન મળે પણ ભાજપને ઉંચા જીવે તો ચોક્કસ રાખી શકે તેમ છે એમ રાજકિય નિરીક્ષકો કા કહના હૈ…! ગુજરાતમાં જોરાઘાસ ફુલ કે જે મમતાદીદીની પાર્ટીનું ચૂંટણી પ્રતિક છે તે, કેટલાક મતદારોમાં કમળના ફુલની સાથે ભ્રમ પેદા કરી શકે તેમ છે.

કલ્પના કરો કે ગુજરાતના અમદાવાદમાં મમતાદીદીની જાહેરસભા યોજશે તો કેવી રાજકિય ઉત્તેજના જોવા મળશે..? લાગે છે કે મમતાદીદી ખેલા હોબે…ના નામે ગુજરાતમાં અપસેટ રચવા માંગે છે. તેઓ કદાજ બંગાળની ચૂંટણીઓમાં તેમને જે હેરાન થવુ પડ્યું તેનો રાજકિય હિસાબ બરાબર કરવા ગુજરાતની ચૂંટણીઓમાં ઉતરવાનું મન મનાવ્યું હોય અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહના ગુજરાતમાં તેમને પડકાર ફેંકવા માંગતા હશે..? .કેમ કે મમતાદીદી એટલે એક તો જાણે કે સ્ત્રીહઠ, બીજુ રાજહઠ અને બંગાળમાં તેમની સત્તા આ બધુ ભેગુ થઇને મતદારોને વધુ એક વિકલ્પ આપશે…?

ગુજરાતીઓની ખાસિયત છે. અમદાવાદમાં ઇડલી-ઢોંસા ખાશે અને સાઉથમાં જઇને ગુજરાતી થાળી શોધશે..! ગુજરાતી થાળીમાં ખમણ-ઢોકળા ઢોકળીની સાથે દિલ્લીવાલે કેજરીલાલ કી ઝાડુવાલી પાર્ટીના છોલે ભટુરે ગોઠવાઇ રહ્યાં છે ત્યાં બંગાળી રોસેગુલ્લાની એન્ટ્રી થઇ રહી છે..! ગુજરાતી થાળીમાં નીત નવા નવા વ્યંજનોનો ઉમેરો થઇ રહ્યો છે પણ ગુજરાતના મતદારો આખરે કોને પસંદ કરશે…? ફરી કંમલમ્ ..કે 25 વર્ષ પછી ફરી પંજાને સાથ.. કે કેજરીવાલનો ઝાડુ પકડશે કે હવાઇ ચપ્પલ પહેરનાર મમતાદીદીની સાદગી પર વારી વારી જાઉં…? આ વખતે વિકલ્પ ઘણાં છે એટલે સમજી વિચારીને ઇવીએમમાં બટન દબાવવુ પડે તેમ છે.

રાજકિય રીતે જોઇએ તો કેજરીવાલને ગુજરાતમાં કર્ણધાર મળી ગયા અને લોકો તેમાં જોડાઇ રહ્યાં છે પણ મમતાદીદીના ટીમસી પાર્ટીનું પાટિયુ ગુજરાતમાં પકડવા કોણ તૈયાર થશે..? અને કેટલુ ટકશે..? કારણ તો સૌ જાણે છે. કેજરીવાલની પાર્ટીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભાજપની બી ટીમ કહે છે તો ગુજરાતમાં મમતાદીદીની પાર્ટી કોંગ્રેસની બી ટીમ બનીને આવવા માંગે છે કે શું…? બની શકે. કેમ કે રાજકારણમાં બધુ જ શક્ય છે. કોંગ્રેસે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની સલાહ માનીને મમતાદીદીને ગુજરાતમાં ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવા કહ્યું હોય.

કુલ મળીને યે ઇશ્ક નહીં આસાન…ની જેમ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીઓ મલ્ટીકલર.. મલ્ટી પર્પઝ…મલ્ટી લીડર્સ… બની શકે. ભાજપ સહિત પાંચ પાર્ટીઓ તો નક્કી થઇ ગઇ અને વધારામાં માયાવતી, સપા, આરપીઆઇ, પેન્થર્સ પાર્ટી અને જેમના નામો પણ કોઇએ સાંભળ્યા ન હોય એવી રાજકિય પાર્ટીઓના ઉમેદવારોની સાથે પક્ષ વગરના અપક્ષો પણ નશીબ અજમાવશ…

 62 ,  1