પદયાત્રા બાદ મમતાનો નવો દાવ, રાજ્યપાલ હટાવો – બંગાળ બચાવો..

ચૂંટણીઓ પહેલાં જ બંગાળમાં નવી નવી રાજકિય ઘટનાઓ આકાર લઇ રહી છે..

નવા વર્ષે યોજાનાર પ.બંગાળની વિધાનસભા ચૂટણીઓ પહેલા જ રાજકિય ધમાસાણ વચ્ચે સીએમ મમતા બેનર્જી અને ભાજપ ઉપરાંત હવે ટીએમસીએ રાજ્યપાલ સામે નવો મોરચો ખોલ્યો છે. ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા પરના હુમલાના પગલે રાજ્યપાલ જગદીપ ધનખડ મેદાનમાં ઉતર્યા હતા અને સીએમ મમતાની સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપીને રાષ્ટ્રપતિ શાસનનો ગર્ભિત ઇશારો કર્યો હતો. હવે નવી હિલચાલમાં ટીએમસીએ રાજ્યપાલને જ હટાવવાની ઝૂંબેશ શરૂ કરી છે. જેના પગલે મમતા સરકાર અને રાજ્યપાલ વચ્ચેના સંભંધોમાં વધુ કડવાશ આવી શકે તેમ છે. ચૂંટણીઓ પહેલાં જ બંગાળમાં નવી નવી રાજકિય ઘટનાઓ આકાર લઇ રહી છે. તાજેતરમાં જ મમતાએ અમિત શાહે જ્યાં રોડ શો કર્યો ત્યાં કવિવર ટાગોરની છબિ હાથમાં લઇને પદયાત્રા યોજીને જવાબ આપ્યો હતો.

સીએમ મમતાના પક્ષ ઓલ ઇન્ડિયા તૃમણૂલ કોંગ્રેસ(ટીએમસી) ના સાંસદોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને પદથી હાટવવાની માંગ કરી છે. પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે સત્તામાં રહેલા પક્ષ ટીએમસીએ વધુ એક વખત રાજ્યપાલ ધનખડ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. ટીએમસી સાંસદ સુખેંદુ શેખરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને જણાવ્યું છે કે ગર્વનર જગદીપ ધનખડને તાત્કાલિક પદ પરથી હટાવવામાં આવે. તેમણએ વધુમાં લખ્યું છે કેસ ‘અમે તમને માહિતગાત કરવા ઈચ્છિએ છે કે રાજ્યપાલ બંધારણને બચાવવા, સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ નિવડ્યા છે. તેમણે કાયદાનું સતત ઉલ્લંઘન કર્યું છે.’

નવા વર્ષે એપ્રિલ-મેમાં બંગાળ વિધાનસભાની 294 બેઠકો માટે 4-5 તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. 2016માં મમતીની પાર્ટીએ 211 બેઠકો સાથે જંગી બહુમતિ મેળવી હતી. 2011માં તેમણે સામ્યવાદીઓના 27 વર્ષથી ચાલતી સરકારને ઉખાડીને ફેંકી દીધી હતી. હવે ભાજપે મમતા સરકારને ઉખાડી ફેંકવા મતદારોને અપીવ કરી છે.

 46 ,  1