લુણાવાડાના મામલતદારનું માર્ગ અકસ્માતમાં મોત

મોડી રાતે બનેલી દુર્ઘટનામાં ડ્રાઇવરનું પણ મોત

લુણાવાડાના મામલતદારની ગાડીનો અકસ્માત સર્જાયો હતો. લુણાવાડાના ખલાસપુર ગામ પાસે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મામલતદાર અને ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

બનાવની વિગત એવી છે કે લુણાવાડાના મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં ડ્રાઇવર વિજયરાજ પગી અને અન્ય એક અધિકારી સાથે નીકળ્યા હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર પાસે રાજસ્થાન પાસિંગની અશોક ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી સાથે ધડાકાભેર સરકારી ગાડી અથડાઈ હતી.

રાત્રિના અંધકારમાં ગાડી અથડાતા ફંગોળાઈ અને રોડની નીચે ધસી ગઈ હતી અને સરકારી ગાડીનો બુકડો બોલી ગયો હતો. આ ગાડીમાં 3 વ્યક્તિ સવાર હતી જે પૈકીના ડ્રાઇવર વિજયરાજ પગીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મામલતદારના મોતના પગલે પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.

 22 ,  1