મમતા સરકાર પર વરસ્યા વડાપ્રધાન, કહ્યું, ‘વિકાસના માર્ગ પર સ્પીડબ્રેકર છે દીદી’

અરૂણાચલ પ્રદેશના પાસીઘાટ બાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ચૂંટણી રેલી સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, ગરીબોનું ભલું નથી ઈચ્છતા દીદી, જો ગરીબી ખતમ થઈ જાય તો તેમની રાજનીતિ ખતમ થઈ જશે.

મોદીએ કહ્યું કે, દીદી બંગાળમાં વિકાસની બ્રેકર છે. પીએમ કિસાન યોજના પર તેમણે બ્રેક લગાવી દીધી છે. દીદીએ પશ્ચિમ બંગાળના 70 લાખથી વધારે ખેડૂત પરિવારો પર વિકાસની બ્રેક લગાવી દીધી છે.

વધુમાં બાલાકોટ એરસ્ટ્રાઇકને લઇ સીએમ મમતા બેનરજીને આડે લેતા PM મોદીએ જણાવ્યું હતું કે, બાલાકોટમાં બદલો લઈને આપણા જવાન પરત આવ્યા તો રડવું બીજા કોઈકે જોઈએ અને રડી બીજુ કોઈક રહ્યું છે. પીડા ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવી જોઈએ પરંતુ અહીં તો દુઃખ કોલકાતામાં દીદીને થાય છે.

 43 ,  3