‘કજરા..રે…કજરા…રે..’ ગીત પર મમતા સોનીએ લગાવ્યા ઠુમકા, રૂપિયાનો વરસાદ થયો

કોરોનાના નિયમો નેવે મૂકી લોકો મન મૂકીને નાચ્યા

કોરોના કહેર વચ્ચે વડોદરાના પાદરા નગરમાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ ઠૂમકા લગાવ્યા હતા. લગ્ન નિમિત્તેની પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. અને કજરા..રે…કજરા…રે..ગીત ઉપર અભેનેત્રી મમતા સોની ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા. પાદરા પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યમાં ચારેબાજુ કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે, ત્યારે સરકાર અને તંત્ર લોકોને સમજાવી સમજાવીને થાકી ગયું તેમ છતાં લોકો હજુ સુધરવાનું નામ લઈ રહ્યા નથી. વડોદરાના પાદરામાં એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી મમતા સોનીના લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં લોકોની ભીડ ઉમટી પડતા સરેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. અહીં ન તો માસ્ક કે ન તો સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું હતું. કોરોના ગાઇડલાઇનના સરેઆમ લીરેલીરા ઉડાવ્યા હતા.

વિગત મુજબ, પાદરા ટાવર રોડ પર રહેતા ફારૂકભાઇ કાલુભાઈ મેમણની દીકરીના લગ્ન હતા. દીકરીના લગ્ન નિમિત્તે ડભાસા રોડ ઉપર આવેલ રંગ ફાર્મ હાઉસમાં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. જેમાં અભિનેત્રીએ કજરા…રે.. કજરા…રે.. ગીત ઉપર ઠૂમકા લગાવ્યા હતા. અભિનેત્રીના ઠૂમકા જોઈ લગ્ન નિમિત્તેની પાર્ટીમાં જોડાયેલા કેટલાક લોકોએ અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો કેટલાક લોકો કજરા..રે.. ગીત ઉપર મન મૂકીને નાચ્યા હતા.

પાર્ટીમાં અનેક લોકો માસ્ક વગર ના હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું, ગાઇડલાઇનની ઐસીતૈસી કરી અભિનેત્રીના વિવિધ ગીતો ઉપરના ડાન્સ સાથે આનંદ લૂંટ્યો હતો. નોધનિય છે કે, રાજ્યમાં કાળો કેર વર્તાવી રહેલા કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે પાદરાના રહેવાસી ફારુક મેમણે પોતાની દિકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસ રાખીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરતા ચકચાર મચી ગઇ હતી.

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર