મમતાદીદી- મેં તો ચલી..યે રાસ્તે હૈ દિલ્હી કે…..

ભારત ભ્રમણથી પીએમ બની શકાય..? દીદીને પૂછો

રાહુલને પીએમ થવુ છે, દીદીને ચસ્કો લાગ્યો, પછી શરદ કહેશે…

ભાવિ ન્યૂઝ-ટીએમસી પાર્ટીમાં મમતા સામે બળવો..

દીદીએ ચીનની વિસ્તારવાદી નીતિ અપનાવી…

મમતાએ પંજાને અરીસો બતાવ્યો-મેરે સાથ હી આના હોગા..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

પ. બંગાળનો ગઢ જિત્યા બાદ દિલ્હી સર કરવા માટે મમતાદીદી હમણાં ભારત ભ્રમણે નિકળ્યા છે. મિશન ઇન્પોસિબલને પોસિબલ બનાવવા શરદ પવાર જેવા મરાઠા કિંગને મળીને તેમના આશિર્વાદ મેળવ્યાં છે. યુપીએનું હવે કોઇ અસ્તિત્વ જ નથી એમ કહીને કોંગ્રેસની બાદબાકી કરીને વડાપ્રધાન બનવાની આશા રાખી રહ્યાં છે.

પૂર્વોત્તરના રાજ્ય મેઘાલયમાં મમતાદીદીની પાર્ટી ટીએમસીએ કોંગ્રેસને ભારે નુકશાન પહોંચાડ્યુ છે. કોંગ્રેસના 12 ધારાસભ્યો ટીએમસીમાં જોડાઇ ગયા છે. બંગાળમાં ટીએમસી પાર્ટીએ, ચૂંટણીઓ પહેલા જેઓ ભાજપમાં જતાં રહ્યાં તેમને હવે ચકાસીને કે ફરીથી પક્ષ સાખથે ગદ્દારીના કરે તેની ખાતરી મેળવીને એક પછી એક પરત લેવામાં આવી રહ્યાં છે. બાજપમાં જઇને જીતેલા ધારાસભ્યો પૈકી કેટલાક ધારાસભ્યો મૂળ પાર્ટી ટીમસીમાં પણ પરત ફર્યા છે.

વડાપ્રધાન બનવાની દરેક રાજકારણીની ઇચ્છા હોય તે સ્વાભાવિક છે. લાલુને પણ વડાપ્રધાન બનવુ છે. શરદ પવારને પણ ઢળતી ઉંમરે તક મળે તો વડાપ્રધાનની ખુરસી પર બેસાવની ઇચ્છા હોય. મમતા દીદી, શરદ પવાર, લાલુ ઉપરાંત ગાંધી પરિવારમાં કોંગ્રેસમાં રાહુલ ગાંધી વડાપ્રધાનની લાઇનમાં છે. શરદ પવાર કોંગ્રેસમાં એક સમયે વડાપ્રધાનપદના દાવેદાર હતા પણ મને કોંગ્રેસ વડાપ્રધાન નહીં બનવા દે… એમ લાગતા પવારે પંજો છોડીને પોતાની નવી પાર્ટી એનસીપી બનાવી હતી. જે હાલમાં મહારાષ્ટ્રમાં અઘાડી સરકારનો એક ભાગ છે.

લોકસભાની 2014ની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ એનસીપી-નેશનલ કોંગ્રેસ પાર્ટી-નું આખુ નામ નેચરલ કરપ્ટ પાર્ટી એવો કટાક્ષ કર્યો હતો. હમણાં જ ભાજપમાં કોઇએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નામ ઇન્ડિયન કરપ્શન કોંગ્રેસ એવી ટીપ્પણી કરી..

ચૂંટણીઓમાં અને રાજકારણમાં આક્ષેપો-પ્રતિ આક્ષેપો બાર..બાર..લગાતાર…ની જેમ ચાલ્યા કરે છે અને સમય આવ્યે સત્તા માટે મૈત્રીકરાર કરી લેતા હોય છે. પંજાબમાં શિરોમણી અકાલી દળે સત્તા માટે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા પણ 3 કૃષિ કાયદાઓના મામલે સત્તામાંથી બહાર નિકળી ગયા અને હવે ફરીથી સત્તામાં જોડાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. પણ હવે શિરોમણી પાર્ટીમાંથી એક મહત્વના નેતા ભાજપમાં જોડાયા છે. એટલે શિરોમણી અકાલી દળ ફરીથી કમલમ સાથે હાથ મિલાવે તેમ જણાતુ નથી.

મમતાદીદીએ વડાપ્રધાન થવા માટે ચીનની વિસ્તારવાદી નીતિ અપનાવીને મેંઘાલયમાં કોંગ્રેસને નુકશાન પહોંચાડ્યું, ગોવામાં કોંગ્રેસના નેતાઓને તોડીને ટીએમસીમાં જોડ્યા છે. કોંગ્રેસે ગોવામાં ટકી રહેવા બીજી પાર્ટીના એક નેતા ટીએમસીમાં જાય તે પહેલા પોતાની તરફ લઇ લીધા છે. દિલ્હી સર કરવા માટે જ્યાંથી રસ્તો જાય છે તે યુપીમાં અને પંજાબમાં પણ ટીએમસીના પ્રયાસો ચાલી રહ્યાં છે. ભાજપમાંથી કોઇ ટીએમસીમાં જોડાય એવુ શક્ય નહીં લાગતા દીદીએ પંજા પર નજર નાંખી છે અને પંજાવાળાઓની ટીએમસીમાં ભરતી કરી છે.

આમ તો દીદી કોંગ્રેસના નેતાઓમાં સોનિયા ગાંધી કે રાહુલ વિષે સીધેસીધા બોલતા નથી. પણ ભારત ભ્રમણ વખતે તેમંને મિડિયા દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં મમતાએ કહ્યું – રાહુલ ગુપચુપ ગુપચુપ વિદેશ જતાં રહે છે, દેશમાં ટકીને રહેતા જ નથી તો તેમની સાથે ક્યાં વાત કરવી, શું વાત કરવી..અને હવે યુપીએ એટલે કે યુનાઇટેડ઼ પ્રોગેસીવ એલાયન્સ (મનમોહનસિંઘ 10 વર્ષ પીએમ રહ્યાં તે ગઠબંધનવાળી સરકાર) છે જ ક્યાં એમ કહીને મમતાએ કોંગ્રેસને અરીસો બતાવ્યો કે તમે હવે એકલા જ છો અને ભાજપને હરાવવુ હોય તો મારી સાથે આના હી પડેગા…

બંગાળ જીત્યા બાદ મમતાદીદી રાષ્ટ્રીય કક્ષાએ છવાઇ જઇને ભાજપને લલકારવા માંગે છે. 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલાં મમતાદીદી રાજ્યોમાં જઇને વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો, પછી હારી જાય , પણ ઉભા રાખવાની કવાયત કરી રહી છે. જેના ભાગરૂપે તેઓ યુપી-પંજાબ-ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાતમાં પગપેસારો-ચીનની વિસ્તારવાદીનીતિ- કરવા માંગે છે. દિલ્હીની આ અગાઉની મુલાકાતમાં દીદી સોનિયા અને રાહુલ ગાંધીને તેમના ઘરે જઇને મળ્યા હતા. પણ પંજાની ચા બરાબર નહીં લાગી હોય એટલે આ વખતે દિલ્હીમાં હોવા છતાં ગાંધી પરિવારથી છેટે રહીને મુંબઇ જઇને ગાંધી પરિવારના રાજકિય હરિફ શરદ પવારને મળ્યા..

કેટલાક એમ માને છે કે દીદી વડાપ્રધાન બનવા મોદીના પગલે ચાલી રહ્યાં છે. પણ ભારતના રાજકારણમાં કોઇ એવા નેતા નથી કે જે મોદીના પેગડામાં પગ નાંખી શકે. પીએમ થવા માટે કહે છે કે તેમનું 10 વર્ષનું આયોજન હતું અને દીદીને બંગાળ જીતતા જીતતા નાકે દમ આવી ગયો હોય ત્યારે કાશ્મિરથી કન્યાકુમારી અને કચ્છથી કોલકાતા હરી..ફરી…ને વડાપ્રધાનપદનો પાયો તૈયાર કરતા હોય તો ક્યાંક એવુ ના બને કે દિલ્હી લેવા જતાં કોલકાતા પણ જતુ રહે. કેમ કે ટીએમસી ભલે એમ માનતુ હોય કે બંગાળમાં ભાજપ થાકી ગયુ પણ રાજકારણમાં એવુ હોતુ નથી. અંદરખાને કોઇ એવી રાજરમત ચાલતી હોય કે એક દિવસ કોલકાતાથી સમાચાર આવે કે દીદીના ધારાસભ્યોએ બળવો કર્યો…!

રાહુલ કહે કે હું પીએમ બનુ…મમતાદીદી ખેલા હોબે…ની ધૂમ મચાવીને દેશ આખામાં છવાઇ જઇને પીએમ મટીરીયલ બની દિલ્હી સર કરવા માંગે છે..શરદ પવાર પણ તક મળે તો પીએમ માટે ના પાડે તેવો તેમનો રાજકિય સ્વભાવ તો નથી જ.નીતિશકુમાર દારૂબંધીમાં અટવાયા છે. લાલુની હજુ જેલ સજા બાકી છે..યોગી ઉંચાનીચા થયા કે મોદીએ ખભે હાથ મૂકીને બકા..રહેવા દે..કહીને મનાવી લીધા. પણ દીદી જેમને પૂછૂ પૂછીને રાજકારણમાં પાણી પી રહ્યાં છે અને ભારત ભ્રમણ કરીને ફરી ફરીને નિકળશે તે પીકે શું કહે છે-ભાજપને હજુ હરાવતા દાયકાઓ લાગશે….! દીદી, ભારત કાંઇ બંગાળ નથી..કે એક પગે વાગે એટલે ખેલા હોબે…?! પહેલા યુપી-પંજાબ જીતી બતાવો…દેશને પણ ખબર પડશે કે ટીએમસી એટલે શું…

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી